loader

Breaking News


Home > National > તાજમહેલ સંરક્ષણ મુદ્દે સુપ્રિમ કોર્ટનો કડક વલણ, ટીટીઝેડ ચેરમેનને અપાઇ નોટીસ


Foto

તાજમહેલ સંરક્ષણ મુદ્દે સુપ્રિમ કોર્ટનો કડક વલણ, ટીટીઝેડ ચેરમેનને અપાઇ નોટીસ

July 13, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજમહેલનાં સંરક્ષણને લઇને ઉદાસીન વલણ અપનાવવા બદલ ગઇ કાલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ટીટીઝેડ ચેરમેનને નોટિસ આપી છે. તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે એમઓઈએફએ એક કમિટીની રચના કરી છે, જે તે જોશે કે તાજમહેલ કેટલો અને કયા કારણસર પ્રદૂષિત થયો છે.



કેન્દ્ર સરકારે તેમ પણ કહ્યું કે પ્રદૂષણને લઈને તાજમહેલની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરશે. કમિટીનો રિપોર્ટ ૪ માસની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે કોઈ વિદેશી એક્સપર્ટને કમિટીમાં સામેલ કરવાની જરૂર છે કે નહીં. ૯ મેનાં રોજ સુપ્રીમ કોર્ટે એએસઆઈને ફટકાર લગાવી હતી. તાજમહેલનાં રંગ બદલવાને લઈને એએસઆઈએ મેલ અને ગંદકીને જવાબદાર ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, એએસઆઈએ સમજવા નથી ઈચ્છતા કે તાજમહેલમાં સમસ્યા શું છે? કોર્ટે પૂછ્યું કે શું મેલ હોય તેને પાંખો હોય છે જે ઉડીને તાજમહેલ પર જઈને બેસી જાય છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે પીએચડી ચેમ્બર્સને કહ્યું છે કે જે ઈન્ડસ્ટ્રી ચાલી રહી છે તેને તમે પોતે જ કેમ બંધ નથી કરતા. ત્યારે ટીટીઝેડ તરફથી કહેવાયું કે હવે તેઓ ટીટીઝેડમાં કોઈ નવી ફેક્ટરી ખોલવાની મંજૂરી નહીં આપે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ટીટીઝેડએ કેટલીક નવી ફેક્ટરીનાં આવેદનો પર વિચાર કરી રહી છે.