loader

Breaking News


Home > Gujarat > સુરજદાદાએ 45 ડિગ્રી સાથે વરસાવ્યો કહેર, રાજ્યમાં ગરમીનાં કારણે દેખાયો કરફ્યું


Foto

સુરજદાદાએ 45 ડિગ્રી સાથે વરસાવ્યો કહેર, રાજ્યમાં ગરમીનાં કારણે દેખાયો કરફ્યું

May 28, 2018, 11:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : રાજ્યમાં સુરજદાદા દ્વારા ભારે ગરમી વરસાવતા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આકાશમાંથી વરસતી આગનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે રાજ્યમાં સમગ્ર દિવસ દરમિયાન કરફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે.




દિવસની શરૂઆત થતા જ તાપમાન ઉંચાઇને આભી લેતા લોકો માટે બહાર નિકળવુ ઘણું મુશ્કિલ બન્યુ છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી રવિવારનું તાપમાન 45 ડિગ્રી પહોચી ગયુ હતુ. ચાલુ વર્ષનાં ઉનાળામાં ગાંધીનગરનાં રોડ સુરજદાદાની ગરમીની આગથી સેકાઇ રહ્યા હોય તેવા દેખાય છે. ગરમીથી બચવા લોકો પોતાના જરૂરી કામને બપોર થયા પહેલા પૂરા કરી રહ્યા છે. સુરજદાદાની ગરમીને જોતા લાભ શંકર ઠાકરેનું એક વાક્ય યાદ આવે છે. તેમણે કહ્યુ હતુ કે, સુર્યને શિક્ષા કરો.