loader

Breaking News


Home > Gujarat > સુરત - બિલીમોરા રૂટ પર દોડી શકે છે પ્રથમ બુલેટ ટ્રેન


Foto

સુરત - બિલીમોરા રૂટ પર દોડી શકે છે પ્રથમ બુલેટ ટ્રેન

Sept. 4, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : ભારતની પ્રથમ મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનામાં થોડો વિલંબ થવાના સંકેત છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ આ સ્થિતિમાં રેલવે 50 કિલોમીટરનાં માર્ગ પર સુરત અને બિલિમોરા વચ્ચે આ હાઈસ્પિડ ટ્રેનની શરૂઆત કરવાની કોશિશ કરી રહી છે. પરિયોજના પુરી થવાની સમયમર્યાદા 2023 થઇ શકે છે.

આ પરિયોજના પર અમલ કરી રહેલ એજન્સી નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિ. ના સૂત્રોએ જણાવ્યું હતું કે 508 કિલોમિટર લાંબી આ યોજના જો 75 માં આઝાદી દિવસ એટલે કે 15 ઓગષ્ટ, 2022 સુધી ચાલુ નહિ થાય તો ગુજરાતમાં સુરતથી બીલીમોરા વચ્ચે 50 કિલોમીટરના માર્ગને શરુ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પરિયોજનામાં ફક્ત જમીન અધિગ્રહણ જ અવરોધ નથી પરંતુ તેની પ્રકિયા અને વિસ્તૃત યોજના હજુ પણ બની રહી છે. અમારું અનુમાન છે લક્ષ્ય એક વર્ષ પાછું ધકેલાશે. કુલ 508 કિલોમીટરની આ પરિયોજના 2023 સુધી પુરી થઇ શકશે.