loader

Breaking News


Home > Gujarat > સુરતનાં ચાર આંદોલનકારી જેલમાંથી મુક્ત થતાં પાસ દ્વારા સ્વાગત કરાશે, હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત


Foto

સુરતનાં ચાર આંદોલનકારી જેલમાંથી મુક્ત થતાં પાસ દ્વારા સ્વાગત કરાશે, હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત

Jan. 10, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : આજે સુરતમાં પાસના ચાર આંદોલનકારીઓને મુક્ત કરવામાં આવતા પાસ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યકરોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના ચંદ્રેશ કાકડિયા, મૌલિક નસિત, જીગ્નેશ વઘાસિયા અને રૂષિક દેસાઈનો સમાવેશ થાય છે. પાસ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહેવાનાં હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.

સુરતમાં પાસ ટીમ આ સન્માન સમારોહ ચાર કાર્યકર્તાઓ જામીન પર મુક્ત કરવામાં આવ્યા તેના અનુસંધાનમાં યોજવામાં આવ્યો છે. સમગ્ર પાટીદાર સમાજ આજે પાસની ઓફીસ દીપકમલ કોમ્પલેક્ષ ખાતે ભેગા થઈને લાજપોર જેલ જશે. ત્યારબાદ તેઓએનું સ્વાગત કરીને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવાની વિધિ યોજાશે. ત્યારબાદ ચાર આંદોલનકારીઓને તેમના ઘરે ઉતારી કાર્યક્રમ સમાપ્તિની જાહેરાત કરવામાં આવશે.