loader

Breaking News


Home > Gujarat > સુરતઃ અશ્લીલ વીડિયો ઉતારનારા ટેકનિશિયન વિરુદ્ધ મહિલાઓએ બુલંદ કર્યો મોરચો


Foto

સુરતઃ અશ્લીલ વીડિયો ઉતારનારા ટેકનિશિયન વિરુદ્ધ મહિલાઓએ બુલંદ કર્યો મોરચો

Oct. 16, 2018, 1:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેક્નીશિયન પર મહિલાઓએ અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આશરે ૧૪૫ જેટલી મહિલાઓએ ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી ટેકનીશીયનની ધરપકડ કરી સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.



હજુ થોડા સમય પહેલાં જ વડોદરા જિલ્લાનાં એક આંતરિયાળ ગામનાં ડોકટર દ્વારા આ જ પ્રકારે મહિલાઓનાં બિભત્સ વીડિયો ઉતારવાનો ચકચારભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ સામે આવેલા આ કિસ્સાએ પણ ખળભળાટ મચાવ્યો છે. સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેકનીશીયન મહમદ મંસુરી સારવારનાં નામે મહિલાઓને રૂમમાં લઈ જતો હતો. ત્યારબાદ રૂમમાં મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને વીડિયો ઉતારતો હતો. આ ઘટના બાદ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ટેક્નિશીયન મહમદ મંસુરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં ડિંડોલી વિસ્તારની ૧૪૫ જેટલી મહિલાઓ આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેઓએ તેમનાં વિસ્તારમાં જ આવેલ એક ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો હતો.