loader

Breaking News


Home > Gujarat > રેપ કેસમાં આશારામ બાદ તેના પુત્ર નારાયણ સાંઈનો વારો, આજે સુરત કોર્ટમાં હાજર કરાશે


Foto

રેપ કેસમાં આશારામ બાદ તેના પુત્ર નારાયણ સાંઈનો વારો, આજે સુરત કોર્ટમાં હાજર કરાશે

April 26, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : રેપ કેસમાં આશારામને સજા થયા બાદ હવે તેના પુત્ર નારાયણ સાંઈને પણ આજે રેપ કેસમાં સુરત કોર્ટમાં હાજર કરવામાં આવશે. સુરતને બે બહેનોએ આશારામ અને તેના પુત્ર પુત્ર નારાયણ સાઈ પર રેપની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગઈકાલે જ નારાયણ સાઇને કોર્ટમાં હાજર કરવાનો હતો જો કે પોલીસે સુરક્ષાનું કારણ આપીને કોર્ટ પાસે માંગ કરી હતી કે નારાયણ સાઈને ગુરુવારે કોર્ટમાં હાજર કરવાની મંજુરી આપવામાં આવે.

કોર્ટે પોલીસની અરજીને સ્વિકારી લીધી અને હવે નારાયણ સાઇને આજે સુરત કોર્ટમાં હાજર કરવામાં આવશે. નારાયણ સાઈ સુરતની લાજપોર જેલમાં લગભગ ૪ વર્ષથી બંધ છે. આશારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જેમાં મટી બહેને આશારામ પર રેપનો આરોપ લગાવ્યો છે જયારે નાની બહેને નારાયણ સાઈ પર રેપનો આરોપ લગાવ્યો છે.