loader

Breaking News


Home > National > સુષમા સ્વરાજે માંગી માફી, શું કહ્યુ જાણો


Foto

સુષમા સ્વરાજે માંગી માફી, શું કહ્યુ જાણો

May 29, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાનાથી થયેલી ભૂલને લઇને ટ્વીટર પર માફી માંગી છે. સુષમા સ્વરાજે પીએમ નરેન્દ્ર મોદીનાં નેપાળ પ્રવાસ દરમિયાન કહ્યુ હતુ કે, પીએમ લાખો ભારતીઓને સંબોધિત કર્યા હતા. જ્યારે અસલમાં વાત એમ છે કે મોદીએ નેપાળમાં ભારતીઓને પણ નેપાળનાં લોકોને સંબોધિત કર્યા હતા.



સુષમા સ્વરાજને પોતાની ભૂલ સમજાતા ટ્વીટર પર માફી માંગી લીધી છે. તેમણે ટ્વીટર પર લખ્યુ છે કે, તે મારી ભૂલ હતી, હુ તે બદલ માફી માંગુ છુ. આ પહેલા સુષમા સ્વરાજે પીએમ મોદીના વખાણમાં કહ્યુ હતુ કે, મોદી પહેલા કોઇ વડાપ્રધાન આવા વિશાળ સ્તરે ભારતીય પ્રવાસીઓ સુધી પહોચવાનો પ્રયાસ કર્યો નથી. જો કે તેમના દ્વારા બોલવામા આવી રહેલી વાતની સ્પષ્ટતા થતા તેમણે માફી માંગી લીધી છે.