loader

Breaking News


Home > National > વારાણસીમાં પુલ ધરાસય થતા 18 લોકોનાં કરૂણ મૌત, પુલ નિર્માણ અધિકારીઓને કરાયા સસ્પેંન્ડ


Foto

વારાણસીમાં પુલ ધરાસય થતા 18 લોકોનાં કરૂણ મૌત, પુલ નિર્માણ અધિકારીઓને કરાયા સસ્પેંન્ડ

May 16, 2018, 10:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વારાણસી : યુપીનાં વારાણસીમાં મંગળવારે સાંજે નિર્માણ થતો પુલ ધરાસાયી થતા 18 લોકોનાં કરૂણ મૌત થયા હતા. મંગળવારે દિવસ દરમિયાન જ્યા કર્નાટક ચુંટણીનાં પરિણામ પર દેશની નજર હતી ત્યારે સાંજે વારાણસીથી આવેલા સમાચારે ફરી એકવાર તંત્રની પોલ ખોલી દીધી હતી. દુર્ઘટના વારાણસી કૈંટ રેલવે સ્ટેશનની નજીક જીટી રોડ પર કમલાપતિ ત્રિપાઠી ઇંટર કોલેજની સામે થઇ હતી. આ દુર્ઘટનાને જોતા 4 નિર્માણ અધિકારીને સસ્પેંન્ડ કરવામાં આવ્યા છે.



વારાણસીમાં સાંજે અચાનક એક નિર્માણ થતો પુલ ધરાસાઇ થતા લોકોની ચીખો નિકળી ગઇ હતી. પુલ નીચે દબાઇ-કચડાઇ ગયેલા લોકોને જોતા આસપાસ હાજર લોકોએ તુરંત મદદ માટે તંત્રને જાણ કરી હતી તે છતા તંત્રએ આંખ આડા કાન કરી ઘટના સ્થળ પર પહોચવામાં વિલંબ કર્યો હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો હતો. મળતી જાણકારી મુજબ કુલ 18 લોકોનાં આ દુર્ઘટનામાં મૌત નિપજ્યા છે. સમગ્ર દુર્ઘટનાની જાણ થતા સીએમ યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કરતા દોષીઓ પર કડક કાર્યવાહીની વાત કહી હતી. વળી પુલ બનાવી રહેલી એજેંસી સેતુ નિગમનાં 4 અધિકારીઓને સસ્પેંન્ડ કરી દેવામાં આવ્યા છે.