loader

Breaking News


Home > Gujarat > પેપરલીક કાંડમાં હજુય ૨૦ આરોપીની સંડોવણીની શંકા


Foto

પેપરલીક કાંડમાં હજુય ૨૦ આરોપીની સંડોવણીની શંકા

Dec. 6, 2018, 1:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં પોલીસે ગઇકાલે ધરપકડ કરેલા ચારેય આરોપીઓને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તમામ ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજીબાજુ, લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યારસુધીમાં કુલ ૧૨ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે અને હજુ વધુ ૨૦ આરોપીઓની સંડોવણીની આશંકા છે, જેઓના નામ આગામી દિવસોમાં ખુલે તેવી શકયતા છે.

આ તમામ ડેવલપમેન્ટ વચ્ચે પોલીસ હજુ સુધી કેસના મુખ્ય સૂત્રધાર આરોપી યશપાલસિંહ સોલંકી(ઠાકોર)ને શોધી શકી નથી. પોલીસે આજે અરવલ્લીના બાયડના પરબડીના પ્રીતેશ નટવરલાલ પટેલ, મહેસાણાના મેદવનો નરેન્દ્ર પૃથ્વીરાજ ચૌધરી, બનાસકાંઠાના વડગામનો અજયસિંહ મફતસિંહ પરમાર અને ઉત્તમસિંહ હરિસિંહ ભાટી એ ચાર આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં સરકારપક્ષ તરફથી માંગ કરાઇ હતી કે, આરોપીઓને સાથે રાખી ગુજરાતથી દિલ્હી સુધીના રૂટમાં વિવિધ હોટલો સહિતના સ્થળોએ તપાસ કરવાની છે. ખાસ કરીને સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરવાના છે. એટલું જ નહી, આ ગુનામાં સંડોવાયેલા દિલ્હીની ગેંગના અન્ય સભ્યો સહિતના અન્ય આરોપીઓની જાણકારી મેળવી આરોપીઓ પાસે તેઓની ઓળખ કરવાની છે.