loader

Breaking News


Home > Gujarat > પેપર લીક કાંડમાં અરવલ્લી DySP નો શંકાસ્પદ રોલ


Foto

પેપર લીક કાંડમાં અરવલ્લી DySP નો શંકાસ્પદ રોલ

Dec. 6, 2018, 4:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લોકરક્ષક દળના પેપર લીક કેસમાં બહુ ગંભીર રીતે પોતાનું નામ ઉછળતાં જ અરવલ્લીના ડીવાયએસપી એસ.એસ.ગઢવી રજા પર ઉતરી ગયા છે. એટલું જ નહી, ડીવાયએસપી ગઢવીનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવ્યો હતો. ત્યારબાદ અરવલ્લી એસપી મયુર પાટીલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ડીવાયએસપી એસ.એસ.ગઢવી મંગળવાર રાતથી રજા પર છે. પેપર લીકમાં તેમની ભૂમિકા છે કે કેમ તે અંગે હું કંઈ જાણતો નથી.

બીજીબાજુ, અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય કિર્તી પટેલે આ સમગ્ર પ્રકરણમાં ડીવાયએસપી ગઢવીની સંડોવણીને લઇ ફરિયાદી અને સાક્ષી બનવાની તૈયારી દર્શાવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. એલઆરડી પેપર લીક કૌભાંડમાં અરવલ્લી ડીવાયએસપી એસ.એસ.ગઢવીની આ કેસના મુખ્ય આરોપી એવા મનહર પટેલ સાથે બાયડના સાઠંબા ખાતેની હોટલ વૃંદાવન ખાતે યોજાયેલી બેઠકનો પર્દાફાશ થતાં કિર્તી પટેલે ડીવાયએસપી ગઢવીને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી તમામ સ્થળોના સીસીટીવી, લોકેશન અને કોલ ડિટેઇલ મેળવી તપાસ કરી ગઢવી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે.