loader

Breaking News


Home > Gujarat > સ્વાઈન ફ્લુ : વધુ એકનું મોત થયું, કેસની સંખ્યા ૧૯૫૮ ને પાર


Foto

સ્વાઈન ફ્લુ : વધુ એકનું મોત થયું, કેસની સંખ્યા ૧૯૫૮ ને પાર

Nov. 16, 2018, 5:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ જોવા મળી રહ્યા છે. અલબત્ત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડ થઇ ચુક્યો છે. આજે ભાવનગરમાં સ્વાઈન ફ્લુના કારણે બોટાલની એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે નવા કેસ સપાટી પર આવ્યા હતા. આની સાથે કેસોની સંખ્યા હવે ૨૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. ગઇકાલે સ્વાઈન ફ્લુના કારણે વડોદરા શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. શહેરમાં છ નવા કેસ નોંધાયા હતા.

આજે વધુ બે કેસો નોંધાતા જાન્યુઆરી મહિના બાદથી હજુ સુધી દર્દીઓની સંખ્યા વધીને ૧૯૫૮ સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં પહેલી જાન્યુઆરી બાદથી ૧૪મી નવેમ્બર સુધીના ગાળામાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૧૯૫૮ થઇ છે. આમાથી ૧૮૮૦થી વધારે દર્દી એકલા સપ્ટેમ્બર મહિનામાં સપાટી ઉપર આવ્યા હતા. આમાંથી ૭૦ દર્દીઓ પહેલાથી જ નોંધાયા હતા. રાજ્યની જુદી જુદી હોસ્પિટલો હજુ પણ ૯૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમની ઉલ્લેખનીયરીતે સારવાર ચાલી રહી છે. જ્યારે ૧૭૦૦થી પણ વધારે દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુના સૌથી વધારે કેસો આ વર્ષે અમદાવાદમાં નોંધાયા છે.