loader

Breaking News


Home > Gujarat > સ્વાઇન ફ્લુનો કહેર યથાવત, મૃત્યુઆંકમાં થયો વધારો


Foto

સ્વાઇન ફ્લુનો કહેર યથાવત, મૃત્યુઆંકમાં થયો વધારો

Oct. 22, 2018, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સ્વાઈન ફ્લુનાં કારણે રાજ્યભરમાં ભારે આતંક મચી ઉઠ્યો છે. સ્વાઈન ફ્લુથી વધુ એકનું મોત થતાં મોતનો આંકડો વધીને આજે બાવન ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૨૩ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૨૯ ઉપર પહોંચી ગઇ છે.



૨૧૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે ૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનાં પાંચ, આણંદ ત્રણ, સુરત, વડોદરા, કચ્છ અને ભાવનગરમાં ૨-૨ કેસો નોંધાયા હતા. સ્વાઈન ફ્લુનાં કારણે ગુજરાતમાં કાળો કેર યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. સ્વાઈન ફ્લુનાં વધુ ૨૩ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં સ્વાઈન ફ્લુનાં કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લુનાં નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો બાવન ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૨૯ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૨૧૮થી વધુ છે. સ્વાઈન ફ્લુનાં કારણે હાલત કફોડી બનેલી છે.