loader

Breaking News


Home > National > BJP સરકારની બ્લેક મની પર એક્શનની વાતો વચ્ચે સ્વિસ બેંકમાં ૫૦ ટકા વધી ગયા ભારતીયોનાં પૈસા


Foto

BJP સરકારની બ્લેક મની પર એક્શનની વાતો વચ્ચે સ્વિસ બેંકમાં ૫૦ ટકા વધી ગયા ભારતીયોનાં પૈસા

June 29, 2018, 10:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીયોનું સ્વિસ બેન્કોમાં જમા થયેલ નાણા ચાર વર્ષમાં પહેલી વખત વધીને પાછલા વર્ષે એક અબજ સ્વિસ ફ્રાંક એટલે કે લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે જે ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકાનો વધારો દર્શાવે છે. સ્વિટઝરલૈંડનાં કેન્દ્રીય બેંકનાં નવા આંકડામાં આ વાત સામે આવી છે. આ રીપોર્ટ અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોનાં એકાઉન્ટોમાં રાખવામાં આવેલ રૂપિયા ૨૦૧૭ માં ૫૦ ટકાથી વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું છે.

આ પહેલાં ત્રણ વર્ષ અહીની બેંકોમાં ભારતીયોનાં જમા ધનમાં સતત ઘટાડો નોંધાયો હતો. પોતાની બેન્કિંગ માહિતીની ગુપ્તતા માટે ઓળખ બનાવનારા આ દેશમાં ભારતીયોનાં જમાધનમાં થયેલા વધારાને કારણે સરકાર પરેશાનીમાં મુકાઈ ગઈ છે કેમ કે મોદી સરકાર વિદેશોમાં બ્લેક મની રાખવા વાળા વિરુદ્ધ અભિયાન ચલાવવાનો દાવો કરી રહી છે.