loader

Breaking News


Home > Sports > ટી20 બાદ હવે આવી રહી છે ટી10 ક્રિકેટ લીગઃ વર્ષનાં અંતમાં થશે શરૂઆત


Foto

ટી20 બાદ હવે આવી રહી છે ટી10 ક્રિકેટ લીગઃ વર્ષનાં અંતમાં થશે શરૂઆત

Oct. 4, 2017, 6:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઇ : ક્રિકેટમાં સમયાંતરે ફેરફાર થતો આવ્યો છે. પહેલા માત્ર ટેસ્ટ મેચો જ રમાતી હતી. ત્યાર બાદ સમય આવ્યો વન ડે મેચોનો અને અત્યારે સમય ટી20 મેચોનો છે. પરંતુ શું તમે જાણો છે કે હવે આગળ ટી10 ક્રિકેટનો સમય આવી રહ્યો છે. આ વર્ષના અંતમાં ટી10 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા દુબઇમાં આ લીગનું ઓફિશિયલ એનાઉંસમેંન્ટ કરવામાં આવ્યુ હતુ. આ લીગનું નામ ટેન ક્રિકેટ લીગ રાખવામાં આવ્યુ છે.



2017માં એક નવા ક્રિકેટ ફોર્મેટની શરૂઆત થઇ રહી છે. આ લીગના ઓફિશિયલ એનાઉંસમેંન્ટમાં પાકિસ્તાનનાં સ્ટાર ક્રિકેટર રહેલા શાહિદ આફ્રિદી અને ઇંગ્લેડના ક્રિકેટર ઇયાન મોર્ગને હાજરી આપી હતી. ટી20 ક્રિકેટને મળેલી જબરદસ્ત સફળતા બાદ આ લીગને લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ટૂનામેંન્ટ 4 દિવસ ચાલશે. 21 તારીખે શરૂઆત થશે અને ફાઇનલ મુકાબલો 24 ડિસેમ્બરે થશે. આ 10 ઓવરની મેચ લગભગ 90 મિનીટ ચાલશે.



ટૂર્નામેંટમાં આ ટીમો હશે... પંજાબી લેજેન્ડ્સ, પખટૂન્સ, મરાઠા અરેબિયન્સ, બાંગ્લા ટાઇગર્સ, કોલંબો લાયન્સ અને કેરલા કિંગ્સ

દરેક મેચ શારજહા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. કોલંબો લાયન્સ અને બાંગ્લા ટાઇગર્સ ટીમને શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારી મળીને મેનેજ કરશે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇંજમામ ઉલ હક પંજાબી લેજેન્ડ્સ ટીમના કો-ઓનર છે. તે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર પણ છે. જ્યારે મરાઠા અરેબિયન્સ ટીમના કો-ઓનર બોલીવુડ એક્ટર સોહેલ ખાન છે. કુમાર સંગકારા, વીરેંદ્ર સહવાગ અને શાહિદ આફ્રિદી આ દિગ્ગજ ખેલાડીઓને ટી10 લીગના બ્રાંડ એમ્બેસડર બનાવવામાં આવ્યા છે.

હાર્દિક શાહ