loader

Breaking News


Home > National > લો કર લો બાત ! ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો કે નહીં એવો કોઈ કાયદો જ નથી?


Foto

લો કર લો બાત ! ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો કે નહીં એવો કોઈ કાયદો જ નથી?

May 19, 2018, 3:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કેરળ:કાનમાં વિશ્વાસ નાં બેસે એવી આ સત્યઘટના બનેલી છે જેમાં કેરળ હાઈકોર્ટ કહ્યું કે મોબાઈલ પર વાત કરવાથી અક્સ્માત થાય છે અથવા ચાલુ વાહને મોબાઈલ ખતરનાક નિવડી શકે છે એવું કહીના શકાય કારણ કે આવો કોઈ કાયદો જ નથી. જસ્ટિસ એ.એમ.શફીક અને જસ્ટીસ પી.સોમરાજનની ડીવીઝન બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.સંતોષ એમ.જે. તરફથી આ મામલે બેંચ સમક્ષ પીઆઇએલ દાખલ કરાઈ હતી. સરકાર તરફથી વકીલોએ કહ્યું કે અરજકર્તા તારીખ ૨૬ એપ્રિલે સાંજે વાહન ચલાવી રહ્યો હતો ત્યારે અન્ય સાથે વાત કરતાં તે પકડાયો હતો ત્યારે સિંગલ બેન્ચે ઠરાવ્યું કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવું એ મોટર વાહન કાયદાની કલમ ૧૧૮(ઈ) માં ગુનો બને છે.

એ પછી આ કેસ ડીવીઝનલ બેંચ સમક્ષ આવ્યો હતો કેમ કે સિંગલ બેન્ચે ૨૦૧૨ના અબ્દુલ લતીફ વિ. કેરળ રાજ્ય કેસમાં જસ્ટીસએસ.એસ સતીષચંદ્રનના આદેશના વિરોધમાં આપ્યો હતો.૨૦૧૨ના ચુકાદામાં જસ્ટીસ સતીષ ચંદ્રે કહ્યું કે મોટર વિહિકલ કલમ ૧૧૮(ઈ)માં ક્યાય પણ એવો સ્પષ્ટ નિર્દેશ નથી કર્યો કે મોબાઇલ ફોન પર ચાલુ વાહને વાત કરવો ગુનો બને છે,આજ કાયદાની કલમ ૧૮૪માં કહેવાયું છે કે વાહન ચલાવતી વખતે વાત કરવી ખતરનાક છે. કલમ ૧૧૮(ઈ)માં આવતાં તમામ ગુના દંડને પાત્ર છે જેમાં ત્રણ વર્ષ સુધીની જેલ અથવા રૂપિયા ૧૦,૦૦૦નાં દંડની જોગવાઈ છે. અને કલમ ૧૮૪માં છ મહિના સુધીની જેલ અથવા ૧૦૦૦ સુધીનો દંડઅથવા બને પણ થઇ શકે છે.