loader

Breaking News


Home > Bollywood > કરીના અને સોનમની ફિલ્મ વીરે દી વેડિંગની ચર્ચા જારી


Foto

કરીના અને સોનમની ફિલ્મ વીરે દી વેડિંગની ચર્ચા જારી

Sept. 6, 2017, 9:04 a.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડમાં હાલમાં કરીના કપુર અને સોનમ કપુર અભિનિત ફિલ્મ વીરે દી વેડિંગને લઇને ભારે ચર્ચા છે. હકીકતમાં હાલમાં જ સોનમ કપુરે ટ્‌વીટર પર માહિતી આપતા કહ્યુ હતુ કે આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

શુટિંગ માટે ફિલ્મના તમામ કલાકારો દિલ્હી પહોંચી ચુક્યા છે. જા કે શુટિંગ હજુ સુધી શરૂ કરવામાં આવ્યુ નથી. આ વખતે ફિલ્મના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. એવી ચર્ચા છે કે ફિલ્મના નિર્માતા પૈકી એક એકતા કપુર ટુંક સમયમાં જ ફિલ્મતી અલગ થનાર છે.

અલબત્ત એકતા કપુર તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જા કે આ સમાચાર આપીને તમામને ચોંકાવી દીધા છે. સોનમ કપુરના પિતા અનિલ કપુરે પણ સોનમના નિવેદન બાદ નારાજ છે. ફિલ્મ સાથે જાડાયેલા સુ૬ોએ કહ્યુ છે કે આ સમાચાર સાંભવ્યા બાદ અનિલ કપુરે હવે એકતા કપુરની સાથે વાત કરી છે.

અનિલ કપુરે એકતાના પિતા જીતેન્દ્ર સાથે પણ વાત કરી છે. અનિલ કપુરે ઇચ્છા વ્યક્ત કરી છે કે એકતા કપુર ફિલ્મને અધવચ્ચે છોડી દે તેમ અનિલ કપુર ઇચ્છતા નથી. અનિલ કપુર હવે જીતેન્દ્રને મળીને એકતાને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. એકતા કપુર એકાએક અલગ કેમ થઇ રહી છે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. આને લઇને કોઇ નક્કર બાબત સપાટી પર આવી ગઇ છે. અનિલ કપુરની પુત્રી રિયા કપુર ફિલ્મની નિર્માત્રી તરીકે છે. આ ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુરની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત સ્વરા ભાસ્કર અને શિખાની પણ મુખ્ય ભૂમિકા છે. એકતા કપુર ફિલ્મને લઇને આશાવાદી છે.