loader

Breaking News


Home > National > PM મોદી રશિયા જવા રવાના, ચીનની માફક એજન્ડા વગર થશે પુતિન સાથે ચર્ચા


Foto

PM મોદી રશિયા જવા રવાના, ચીનની માફક એજન્ડા વગર થશે પુતિન સાથે ચર્ચા

May 21, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાનાં પ્રવાસ પર જવા માટે રવાના થઇ ગયા છે. ચીનની માફક નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ કોઈ એજન્ડા વગરનો હશે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન PM મોદી સાથે ચર્ચા કરી રહ્યા હશે ત્યારે કોઈ એજન્ડા નક્કી નહિ હોય. જો કે બંને નેતા રાષ્ટ્રીય મુદ્દા સિવાય અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરશે જેમાં આતંકવાદ, અમેરિકા, ચીન અને નોર્થ કોરિયા સહિતના મહત્વનાં મુદ્દાઓ સામેલ હશે.

બંને નેતાઓની મુલાકાત ૪ થી ૬ કલાક સુધી ચાલી શકે છે અને તેનો કોઈ એજન્ડા નક્કી નથી.આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ખુબ જ મર્યાદિત ચર્ચા થવાની સંભાવનાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને નેતા ઈરાન પરમાણું સંધીથી અમેરિકાનું દુર થવું, અફઘાનિસ્તાન અને સીરિયામાં બગડી રહેલ માહોલ, આતંકવાદ જેવા વિષયો પર ચર્ચા કરી શકે છે.