loader

Breaking News


Home > National > તૈયાર થઇ ગઈ સૌથી ઊંચી સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રતિમા, 31 ઓક્ટોમ્બરે PM મોદી કરશે ઉદ્ઘાટન


Foto

તૈયાર થઇ ગઈ સૌથી ઊંચી સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રતિમા, 31 ઓક્ટોમ્બરે PM મોદી કરશે ઉદ્ઘાટન

Oct. 12, 2018, 11:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લોહપુરુષ સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી બનીને તૈયાર થઇ ગઈ છે. સાતપુડાના પહાડી વિસ્તારમાં સાધુબેટ પર બનેલ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાનું નિર્માણ 42 મહિનાનાં રેકોર્ડબ્રેક સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રધાનમંત્રી મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે જેનું ઉદ્ઘાટન તેઓ સરદાર જયંતિ નિમિતે 31 ઓક્ટોમ્બરે કરશે.

નર્મદા નદી પર બનેલ આ પ્રતિમા અમેરિકાની સ્ટેચ્યું ઓફ લિબર્ટી 90 મીટર અને ચીનની સ્પ્રિંગ બુદ્ધ 128 મીટર કરતાં પણ ઊંચી છે. સાત માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતી આ પ્રતિમા 85 ફૂટ લાંબા પગ પર ઉભી છે તેમજ તેના એક હોઠની લંબાઈ પણ માણસ જેટલી એટલે કે 6 ફૂટ છે. 19 હજાર 700 વર્ગમીટરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટની સાથે સાથે લગભગ 17 કિલોમીટર લાંબા તટ પર ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે જે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.