loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ તંત્ર સંપૂર્ણ સાવધાન


Foto

રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ તંત્ર સંપૂર્ણ સાવધાન

July 20, 2018, 5:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘમહેર જારી રહેશે. દરમ્યાન હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે.