loader

Breaking News


Home > Gujarat > ગંદકી કરતા એકમો સામે તંત્ર કઠોરઃ 99 એકમો સીલ થયા


Foto

ગંદકી કરતા એકમો સામે તંત્ર કઠોરઃ 99 એકમો સીલ થયા

Aug. 1, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનાં આદેશાનુંસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો વિરૂધ્ધ આજે પણ અમ્યુકો સત્તાવાળાઓએ સપાટો બોલાવી ૯૯થી વધુ એકમોને સીલ કર્યા હતા. જેમાં મોટેરા વિસ્તારમાં આવેલા ડીમાર્ટનો સમાવેશ થાય છે. અ.મ્યુ.કો. સત્તાવાળાઓની આ ઝુંબેશમાં છેલ્લા પાંચ દિવસનાં ગાળામાં શહેરભરમાં ૬૬૧થી વધુ એકમોને સીલ મારી કાર્યવાહી થઇ ચૂકી છે.



છેલ્લા પાંચ દિવસમાં જાહેરમાં ગંદગી કરતા એકમો પાસેથી ૧૩.૨૩ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો કે એકમો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલુ રહેવાની છે. અમ્યુકો તંત્રનાં અધિકારીઓ દ્વારા આજે શહેરનાં પશ્ચિમ ઝોનનાં સાબરમતી વોર્ડનાં સ્મૃતિમંદિર પાસે મોર્ડન એરા, રામનગરમાં પ્રકાશ કોલ્ડ્રીંક, આયુષી નાસ્તા હાઉસ, બેરોનેટ કોમ્પલેકસ ચાર રસ્તા પાસેનું સત્યમ પાન પાર્લર, જવાહર ચોકમાં ચામુંડા પાન પાર્લર, ચાંદખેડા વોર્ડમાં આઇઓસી-ચાંદખેડા રોડ પરનું મિલન ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, હરસિદ્ધ સ્ટેશનરી માર્ટ, ચાંદખેડા બસ સ્ટેશન પાસેનું બજરંગ પાન પાર્લર, પ્રકાશ પાન પાર્લર અને ન્યુ સીજીરોડ પરનું લક્ષ્મી વેજીટેબલ માર્ટ વિરૂધ્ધ જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ તાળા મારવામાં આવ્યા હતા.