loader

Breaking News


Home > Bollywood > તાપ્સી પોતાની નવી ફિલ્મ મુલ્કને લઇ આશાવાદી


Foto

તાપ્સી પોતાની નવી ફિલ્મ મુલ્કને લઇ આશાવાદી

Dec. 4, 2017, 2:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : જુડવા -૨ ફિલ્મની શાનદાર સફળતા બાદ આશાસ્પદ અને દેખાવડી તાપ્સી મુલ્ક નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રતિક બબ્બર અને રિશિ કપુરની ભૂમિકા છે. રજત કપુર પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મમે ૧૩મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના છે. ફિલ્મને લઇને તાપ્સી ભારે આશાવાદી બનેલી છે. પિન્ક ફિલ્મ મારફતે લોકપ્રિય થયા બાદ તેની જુડવા-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ ૨૦૦ કરોડથી પણ વધારે કમાણી કરી ગઇ હતી.

તાપ્સી પાસે હાલમાં અનેક ફિલ્મો હાથમાં છે. પિન્ક ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. આ ફિલ્મ બાદ તે રાતોરાત તમામ ચાહકોમાં જાણીતી બની ગઇ હતી. તાપ્સી પાસે હાલમાં એકપછી એક સારી ફિલ્મ આવી રહી છે. તાપ્સી પોતે કબુલાત કરી ચુકી છે કે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યા બાદ તે તેની બોલિવુડ કેરિયરમાં જારદાર તેજી આવી ગઇ છે. તેની પાસે નવા નવા પ્રોજેક્ટ સાથે નિર્માતા નિર્દેશકો આવી રહ્યા છે.

તાપ્સી માત્ર હિન્દી જ નહી બલ્કે અન્ય દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ લાંબા ગાળામાં કામ કરવા માટે તૈયાર છે. તાપ્સીએ કહ્યુ છે કે બોલિવુડમાં આવી રહેલી નવી નવી અભિનેત્રીઓને લઇને તે ચિંતિત નથી. સ્પર્ધામાં રહેવા માટે સજ્જ છે. પિન્ક ફિલ્મ બાદ તેનામાં આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો છે. ડેવિડ ધવનની ફિલ્મ જુડવામાં તેના રોલની પ્રશંસા થઇ હતી. તે વરૂણ ધવનની સાથે નજરે પડી હતી.

તાપ્સીની ગણતરી બોલિવુડમાં હવે સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે થવા લાગી ગઇ છે. તે હોકી ખેલાડી સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ તે કામ કરી રહી છે.

https://www.facebook.com/manavmitranews/