loader

Breaking News


Home > Gujarat > પાટનગરને ચોરોની નગરીનું બિરુદ આપવા તસ્કરોનું કારસ્તાન.


Foto

પાટનગરને ચોરોની નગરીનું બિરુદ આપવા તસ્કરોનું કારસ્તાન.

April 10, 2018, 11:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:પાટનગરમાં વધતાં જતાં ક્રાઈમ રેશીયો પોલીસતંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે અને રોજબરોજ ઘરફોડ ચોરી, ચેઈન સ્નેચીંગ, વાહનચોરી તેમજ નાના–મોટા છેંતરપીંડીના સતત બનાવોથી શહેર ક્રાઈમ સીટી બનવા પ્રયાણ કરી રહ્યાંની ચર્ચા શહેરમાં ચાલી રહી છે અને પોલીસ તંત્ર કરતાં પણ તસ્કરો સ્માર્ટ બનીને તંત્રને હંફાવતાં જોવા મળી રહૃાા છે.

પાટનગરમાં છેલ્લા થોડા દિવસો દરમ્યાન તાળા તોડવાના અને મોટી ચોરીઓ સાથે ખુલ્લેઆમ વાહનોની ઉઠાંતરી, ચેઈન સ્નેચીંગ તેમજ પાકીટમારીના બનાવોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહૃાું છે, સે.૩૦માં જાગૃતિ પાર્કમાં પ્લોટ નં.૭૪૪ માં તસ્કરોએ ધોળે દિવસે ૬ લાખની મત્તાની ઉઠાંતરી કરી લીધી, સે.૪ માં પ્લોટ નં.૧૧૮રમાં દરવાજાનો નકુચો તોડી રૂા.ર લાખની ચોરી કરી. સે.ર૬ ના કિસાનનગરમાં એક શિક્ષકના મકાનનું વહેલી સવારે તાળું તોડી ૭ લાખની મત્તાનો હાથફેરો કર્યો ..જયારે સે.રર ના પોશ વિસ્તાર આનંદવાટીકા સોસા.ના રહીશ મહિલાન મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચીંગ થવા પામતાં આ વિસ્તારમાં ચકચાક મચી જવા પામી હતી.આટલી બધી ચોરીની ઘટનાં બની હોવાં છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યું હોય તેમ જણાય છે.

આમ પાટનગરમાં પોલીસ સામે બાથ ભીડીને તસ્કરો પડકાર ફેકી રહૃાા છે, અને નગરને ચોરોની નગરીનું બિરુદ આપવા ભારે તનતોડ મહેનત કરી રહ્યા હોવાનું જાણવાં મળી રહ્યું છે.