loader

Breaking News


Home > Gujarat > ટેટનું પેપર ફોડનારાઓ સામે કાર્યવાહી કરવા પરેશ ધાનાણીને કરાઈ રજુઆત


Foto

ટેટનું પેપર ફોડનારાઓ સામે કાર્યવાહી કરવા પરેશ ધાનાણીને કરાઈ રજુઆત

Aug. 22, 2018, 4:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં શિક્ષણ તો ખાડે ગયું છે પણ ભણ્યા પછી ક્લાસીસોનો રાફડો ફાટ્યો છે ત્યારે ક્લાસીસોમાં લાખો ખર્ચ્યા બાદ પણ ગમે તેટલી મહેનત કરવા છતાં પરીક્ષાનું પેપર ફૂટી જાય એટલે વર્ષોથી મહેનત કરનાર યુવાનો આજે પણ ટેલેન્ટેડ હોવા છતાં બેકાર રહેતાં હોય છે.

તારીખ ૨૯ જુલાઈના રોજ લેવાયેલી ટેટ પરીક્ષાનું પેપર અગાઉથી ફોડી નાંખવામાં આવ્યું હોવાની રાય સાથે પરીક્ષા આપનારા અનેક નવયુવાનોએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને લેખીતમાં રજૂઆત કરેલ છે અને આ રજૂઆતમાં મુખ્ય સુત્રધાર તરીકે અરવિંદ પટેલ જે ધનસુરા ખાતે શિક્ષકની નોકરી કરી રહ્યો હોવાનો તથા ગાંધીનગર પાસે આવેલ ચિલોડાની એક હોટલના માલીક ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી તથા વિપક્ષના નેતાને લેખીતમાં આવેલ ફરીયાદ મુજબ જુલાઈ ૨૯ રોજ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પૈસાથી આ પેપર વેચાયું હોવાનું અને આ પેપર ફુટી ગયું હોવાનું અને આના મુખ્ય સુત્રધાર તરીકે ધનસુરાના એક શિક્ષક તથા મનહર પટેલ, જીગ્નેશ પટેલ, વિષ્ણુ પટલેના તાર જાડાયેલા હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ છે. પરંતુ આટલા સમય પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારબાદ પરીક્ષાર્થીઓએ આ બાબતે ગંભીરતાથી તપાસ કરતાં બે શખ્સોના નામ અરજીમાં ઉલ્લેખ છે. તેમાં ૨ કપડવંજના શિક્ષક હોવાનું પણ ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યં છે. ત્યારે ચિલોડા પાસે આવેલી હોટલ અંજલી ટાર્ગેટમાં આવી હોય તેમ હોટલ અંજલીના માલીક સામે તપાસ કરવા અને તમામ સીસીટીવી ફૂટેજ મેળવવા અને તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

૨૯ તારીખે પરીક્ષા હતી ત્યારે સેટીંગ ડોટકોમ થયેલ યુવાનો મોટી સંખ્યામાં હોટલ અંજલીમાં રોકાયા હતા અને શિક્ષક તથા હોટલના માલીકની મીલી ભગત હોવાનો પણ આક્ષેપ પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આની તપાસ ઉચ્ચકક્ષાએ સોંપાય અને શિક્ષકોને આમાં સંડોવાયેલા છે તેની ફોન કોલ્સ ડીટેઈલ્સ, હોટલના સીસીટીવી કેમેરાની તપાસ કરવા પણ પત્રમાં ઉલ્લેખ છે. મંડળના આગેવાનો દ્વારા ટીએટીનું પરીણામ જાહેર ન કરવા અને પરીક્ષા રદ્‌ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. કોબા નજીકના લોકેશન પર રાત્રે જ્યાં ઉમેદવારો પાસે પેપર સોલ્વ કરવામાં આવ્યું તે સ્થળની પણ તપાસ કરાવવાની પણ ઉગ્ર રજૂઆત પત્રમાં કરવામાં આવી છે.