loader

Breaking News


Home > National > જીએસટીથી સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો : પી ચિદમ્બરમ


Foto

જીએસટીથી સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો : પી ચિદમ્બરમ

July 2, 2018, 5 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દીલ્હી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે જીએસટી વ્યવસ્થા અમલી બનવાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરુપે સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. સામાન્ય લોકોની અંદર જીએસટીને લઇને નારાજગી પ્રવર્તી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ડિઝાઈન, માળખુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેટ અથવા તો અન્ય બાબતોને ધ્યાનમાં ગંભીરતાથી લેવામાં આવી નથી જેના લીધે કારોબારી લોકો, વેપારીઓ, નિકાસકારો અને સામાન્ય લોકો પણ ભારે પરેશાન થયેલા છે. જીએસટીને લઇને જે લોકો ખુશ થઇ રહ્યા છે તે ટેક્સ વહીવટીતંત્ર છે જેને વધારે પડતી સત્તાઓ મળી ગઈ છે.

ચિદમ્બરમે ઉમેર્યું હતું કે, આ બાબત સામાન્યરીતે જાણિતી રહી છે કે, જીએસટીના લીધે સામાન્ય નાગરિકો ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. ટેક્સના બોજને ઘટાડવા માટે વચનો મુજબ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, જીએસટી બંધારણીય સુધારા બિલની સાથે જ ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલા ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે. જીએસટી બિલ દ્વારા ઘણા બધા પાસાઓ ઉપર મુખ્ય આર્થિક સલાહકારની અવગણના કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, જીએસટી દ્વારા સામાન્ય લોકો ઉપર બોજ વધારી દેવામાં આવ્યો છે.