loader

Breaking News


Home > Health > દૂધ વગરની ચા વજન ઘટાડવામાં થશે ઉપયોગી


Foto

દૂધ વગરની ચા વજન ઘટાડવામાં થશે ઉપયોગી

June 25, 2018, 10:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટનાં પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે.




થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારનાં પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનનાં લોકો લાભ લઇ રહ્યા નથી. વિશ્વનાં દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનનાં લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામનાં જારહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનનાં વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધનાં પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યનાં લાભ મળી શકતા નથી.