loader

Breaking News


Home > Gujarat > વિદ્યાર્થીની પાસે વૉટ્સએપ પર બિભત્સ ફોટાની માંગ કરતો શિક્ષક જડપાયો


Foto

વિદ્યાર્થીની પાસે વૉટ્સએપ પર બિભત્સ ફોટાની માંગ કરતો શિક્ષક જડપાયો

Aug. 7, 2018, 9:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : આપણા સમાજમાં શિક્ષક (ગુરુ)નું ઘણું મહત્વ છે, પરંતુ આજનાં આધુનિક યુગમાં શું ગુરુ પર ભરોશો રાખી શકાય ખરા? આ સવાલ આજનાં યુગનાં અમુક શિક્ષકો દ્વારા વ્યાપક બન્યો છે. તાજેતરમાં શિક્ષકો દ્વારા ઘણા એવા કામો કરવામાં આવે છે જેને લઇને ગુરુ શબ્દનો પર્યાય બદલાઇ ગયો છે. તાજેતરમાં એક એવા જ શિક્ષકનીં સમાચાર સામે આવ્યા છે, જ્યા સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનારા વડોદરાનાં એલેમ્બિક સ્કુલનાં શિક્ષકને શનિવારે મોડી રાતે મેજીસ્ટ્રેટનાં ઘરે રજુ કરવામાં આવ્યો હતો.



જ્યાં પોલીસ દ્વારા આરોપીનાં રિમાન્ડ માટે ગ્રાઉન્ડ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પોલીસનાં રિપોર્ટનાં આધારે મેજીસ્ટ્રેટે આરોપીનાં ૭ ઓગષ્ટ એટલે કે ૩ દિવસનાં રિમાંન્ડ મંજૂર કર્યાં હતાં. શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક સુખ માણવાની સાથે સગીરા પાસે અનેક વખત વોટ્‌સએપ ઉપર તેના નગ્ન ફોટા મંગાવતો હતો. પોલીસે રિમાન્ડ મેળવવા માટે મેજીસ્ટ્રેટ સમક્ષ દલીલો કરી હતી. જેમાં આરોપી શિક્ષક સગીરાને અમદાવાદ અને પાદરાની હોટલોમાં લઈ ગયો હતો. જે હોટલોનું પંચનામું કરવાની કાર્યવાહી બાકી છે. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને અન્ય મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. આરોપીએ ભોગ બનનાર સગીરાની જે વીડિયો ક્લિપ બનાવી છે તેની તપાસ પણ કરવાની બાકી છે. પોલીસે ભોગ બનનાર સગીરાનો ફોન કબજે કર્યો છે. આરોપી સગીરાને વોટ્સએપ પર મેસેજ કરતો હોવાથી પોલીસ આ તમામ મેસેજ ભેગા કરી રહી છે. આ ઉપરાંત આરોપી એલેમ્બિક સ્કુલમાં શિક્ષક હતો. અને પોતે પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો. સ્કુલ ઉપરાંત ટ્યુશન ક્લાસમાં બાયોલોજી વિષય ભણવા આવતી ૬ વિદ્યાર્થીનીઓનાં પણ પોલીસ નિવેદન લેવાના બાકી છે.