loader

Breaking News


Home > Gujarat > પીટીનાં શિક્ષકે વિદ્યાર્થીને છુટું ડસ્ટર મારતાં ૪ લાખ ૫૮ હજારમાં પડયું


Foto

પીટીનાં શિક્ષકે વિદ્યાર્થીને છુટું ડસ્ટર મારતાં ૪ લાખ ૫૮ હજારમાં પડયું

Feb. 3, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે અને પ્રાઈવેટ સ્કૂલોના માંધાતાઓ બેફામ થયા હોય અને શિક્ષકોની ભરતીમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા શિક્ષક માત્ર સ્નાતક તથા બી.એડની કોઈ ડીગ્રી ન હોવા છતાં સરકારી નિતિ-નિયમોનો છડે આમ ભંગ કરીને ભર્તી કર્યા બાદ વિદ્યાર્થીને જે પરિસ્થિતિમાં હેરાન થવું પડે છે, ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડા થયેલ હોવાનું પણ ફલીત થતું હોય છે. આ સમગ્ર પ્રકરણમાં કોઈ કારણસર ચાલુ પીરીયડે એક વિદ્યાર્થીને શાળામાં મુર્ગો બનાવ્યા બાદ તે અવસ્થામાં વિદ્યાર્થીને ચકકર આવી જતાં તે પડી ગયેલ તે વખતે જ શિક્ષકે તેને છુટું ડસ્ટર મારતાં વિદ્યાર્થીને મોટી ઈજા થયેલ. જેના કારણે વિદ્યાર્થીના વાલીએ આ બાબતે સ્કૂલના આચાર્યને જાણ કરીને આ શિક્ષક સામે પગલાં લેવાનું કહેતા આચાર્યે વાલીને રોકડ પરખાવ્યું કે, થાય તે કરી લો.! આવો શબ્દ વાપરતાં વાલી સ્તબ્ધ બની ગયેલ અને બાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ,ગાંધીનગરની કોર્ટમાં અને આ અંગે સ્કૂલ સામે આર.ટી.આઈ.થી માંડીને જીલ્લા પંચાયત સુધી ફરીયાદ કર્યા બાદ આખરે કન્ઝયુમર કોર્ટે ફેંસલો કરતાં આ પ્રકરણની ભારે ચર્ચા થવા પામી હતી.

ગાંધીનગર જીલ્લામાં માણસા ખાતે આવેલ અખિલ આંજણા સેવા મંડળ, ફતેપુરા રોડ,માણસા તથા એમ.જી.ચૌધરી વિદ્યા સંકુલ વિરૂધ્ધ ફરિયાદ કરતાં કન્ઝયુમર કોર્ટે આ વિવાદી સ્કૂલ ઉપર રૂ.૩,પ૧,૦૦૦ તથા ૯% ચડતા વ્યાજે અસરગ્રસ્તને આ રકમ ચુકવવાનો આદેશ કરતા કર્યો છે. આ અંગે મળેલ વિગતો પ્રમાણે ૯ વર્ષ પહેલાં શુભ ટી.જાની (વિદ્યાર્થી) ને ઈગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણવા મૂકેલ હતો. શુભે ધો.૪ સુધી સ્કૂલમાં અભ્યાસ પુરો કર્યા પછી ધો.પ માં અભ્યાસ કરી રહૃો હતો પોતાના માતા-પિતા ર્ડાકટર તથા માતા પણ ભણેલા હોવાથી ઘરે પણ સારો અભ્યાસ અને મહેનત કરાવતાં હતા. તા.૧૪/૯/૧પ ના રોજ સ્કૂલમાં પીટી(વ્યાયામ) નો વિષય ભણાવતા શિક્ષકે કોઈ કારણોસર શુભ(વિદ્યાર્થી)ને મુર્ગો બનાવ્યો હતો અને થોડા સમય પછી શુભને પેટમાં દુઃખાવો થતાં તે સીધો ઉભો થઈ ગયો હતો આથી શિક્ષકે તુરત જ ડસ્ટરનો ઘા શુભના માથા ઉપર કર્યો જેથી ડસ્ટર વાગતાં જ વિદ્યાર્થીને ચકકર આવી ગયેલ અને સીધો જમીન પર પટકાઈ પડેલ હતો. આ બાબતની જાણ વિદ્યાર્થીના વાલીને થતાં પિતા ર્ડા.તૃષાર એસ.જાની (રહે. હીરાવાડી સોસા.માણસા) એ આ બાબતે સ્કૂલ પ્રિન્સિપાલ, ટ્રસ્ટી તથા સંસ્થાના મંત્રીને ફરીયાદ કરતાં તેઓ બધાએ અસરગ્રસ્ત વિદ્યાર્થીના વાલી ર્ડા.તુષાર જાનીને અપમાન કરીને સ્કૂલમાંથી બહાર કાઢી મુકયા હતા. આખરે લાચાર પિતાએ શિક્ષણને લગતા નીતિ-નિયમો અને કાયદાના એકસપર્ટની સલાહ લઈને કાનૂની રાહ અપનાવતાં સરકારશ્રીમાં ગેરકાયદેસર રીતે શિક્ષકોની ભરતી કરીને ચાલતી આવી સંસ્થાની વિરૂધ્ધમાં તમામ માહિતી, આર.ટી.આઈ.દ્વારા એકઠી કરીને આ અંગે કાનૂની પ્રક્રિયા આ સંસ્થા ઉપર આરંભી હતી.

ઉકત બાબતે ગાંધીનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘે માણસા ખાતે તપાસ કરીને અહેવાલમાં બે નોટિસ સંસ્થાને ફટકારવામાં આવી હતી. જેમાં બીજી નોટિસના તમામ ગુના સંસ્થાએ સ્વીકારેલ, જેની નકલ ફરીયાદીએ આર.ટી.આઈ.દ્વારા મેળવેલ. આ અહેવાલમાં સંસ્થાએ કવોલીફાઈડ સ્ટાફની ભરતી કરવામાં આવેલ નથી, ભરતીમાં નીતિ-નિયમોનો ભંગ થયો હોવાનો અને ફરિયાદીના બાળક ઉપર ડસ્ટર તથા અન-કવોલીફાઈડ શિક્ષક દ્વારા વિદ્યાર્થી ઉપર ઉત્પીડન કરવામાં આવેલ. જેથી ફરીયાદીએ ગંભીર બેદરકારી દર્શાવવા બદલ આ સંસ્થા પાસેથી નવ વર્ષની ફી પાછી મેળવવા, ટ્રાવેલીંગ, સ્ટેશનરી, બાળકના ઘડતર પર ભારે અસર વગેરે બાબતોને ધ્યાને લઈને વળતરની માંગણી કરી હતી.

ફરિયાદીએ આ બાબતેના તમામ પુરાવાઓ ફોરમ સમક્ષ રજુ કરેલ અને જેમાં માફી પત્ર પણ સામેલ હતું. સરકારશ્રીના નિયમ મુજબની લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરેલ ન હતી તેમજ ઓછી લાયકાતવાળા, લાગવગીયા અને ભ્રષ્ટાચારથી આવેલ સ્ટાફ હતો. આમ સંસ્થા દ્વારા બિન આવડત વાળા શિક્ષકોની વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોવાના પુરાવા સાથે જીલ્લા શિક્ષણ કચેરીના તપાસ રીપોર્ટમાં ગણિત, વિજ્ઞાન ભણાવતાં શિક્ષક માત્ર સ્નાતક હતા અને બી.એડની કોઈ લાયકાત ધરાવતા ન હતા. આ શાળામાં છ માંથી ૩ શિક્ષકોએ ટેટની પરીક્ષા પણ પાસ કરેલ ન હતી. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટયુશન રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. સંસ્થા દ્વારા પુરતી ફી લેવા છતાં લાયકાત ધરાવતાં શિક્ષકો અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ નિમણૂક ન કરી શિક્ષણનું વ્યાપારીકરણનું ઉદાહરણ પુરુ પાડયું હતું. જેના પુરાવાના ભાગરૂપે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ-ગાંધીનગર દ્વારા સંસ્થાને રૂ.૩,પ૧,૦૦૦/- તાત્કાલિક કન્ઝયુમર વેલફેર ફંડમાં ૯% ના ચડતાં વ્યાજે જમા કરાવવા આદેશ કર્યો છે. ફરિયાદીને ૧ લાખનું વળતર ૯% ના ચડત વ્યાજ સાથે તથા ફરિયાદીને માનસિક ત્રાસ ભોગવવો પડયો તે માટે ૩ હજાર તેમજ ફરિયાદના ખર્ચ પેટે રૂ.રપ૦૦/-અસરગ્રસ્તને ચુકવી આપવા આદેશ કર્યો હતો.

સ્કૂલમાં બાળકોને થતા ત્રાસની બાબત બાળકો દ્વારા વાલીઓને કરવામાં આવે છે છતાં વાલીઓ આંખ આડા કાન કરી લેતાં હોય છે. વિદ્યાર્થી શુભને શિક્ષક દ્વારા કરવામાં આવેલ ટોર્ચર્રીગ બાબતે વાલી ર્ડા.તુષાર જાનીએ ન્યાય માટે લાંબી લડત લડેલ અને એડવોકેટ બી.એમ.રાઠોડની ન્યાય માટેની સક્રિય ભુમિકાને લીધે હવે પછી મોટાભાગની બધી શૈક્ષણિક સંસ્થાઓ ગ્રાહક તકરાર નિવારણ-ગાંધીનગરના ચુકાદાથી સફાળી જાગી ગઈ છે.