loader

Breaking News


Home > Sports > ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટ દુર, બનાવી શકે છે આ રેકોર્ડ


Foto

ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટ દુર, બનાવી શકે છે આ રેકોર્ડ

Aug. 22, 2018, 11:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા આજે જીતથી માત્ર એક વિકેટ દૂર છે. મેચનાં ત્રીજા દિવસે ઈગ્લેન્ડની ટીમ બેકફૂટ પર દેખાઇ રહી હતી, જો કે બટલરે ટીમની નૈયાથી ડૂબાડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે રીતે ટીમ ઈન્ડિયાનાં બોલરોએ બોલીંગ કરી અને ખાસ કરીને જસપ્રિત બુમરાહની વાત કરવામાં આવે તો તેણે 85 રન આપી પાંચ વિકેટ લઇ ઈગ્લેન્ડને બેકફૂટ પર મુકી દીધા હતા.



મેચનાં ત્રીજા દિવસે ઈગ્લેન્ડની ટીમે 311 રન પર 9 વિકેટો ગુમાવી દીધી છે. હજુ પણ ઈગ્લેન્ડને જીત માટે 210 રનની જરૂર છે જ્યારે ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક જ વિકેટ દુર છે. 521નાં પહાડ જેવા ટાર્ગેટે પહોચવા ઈગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જો કે મેચમાં ઈગ્લેન્ડ તરફથી સૌથી વધુ 106 રન બનાવી જોસ બટલરે ટીમ ઈન્ડિયાની મુસિબત વધારી દીધી હતી. મેચમાં ઈગ્લેન્ડ તરફથી બેન સ્ટ્રોક્સે પણ પોતાની બેટીંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે મેચમાં 62 રન કર્યા હતા. બટલર અને સ્ટ્રોક્સએ પાંચમી વિકેટ માટે 169 રનની ભાગીદારી કરી હતી. જો કે તેમના આઉટ થયા બાદ ટીમ પત્તાની જેમ પડી ભાગી હતી. જો આજે ટીમ ઈન્ડિયા પ્રથમ સેશનમાં જલ્દીથી એક વિકેટ લેવામાં સફળ રહેશે તો આ ઈગ્લેન્ડ સામે મળેલી 32 વર્ષ બાદ સૌથી મોટી જીત કહેવાશે.