loader

Breaking News


Home > Sports > ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવા તખ્તો કર્યો તૈયાર


Foto

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવા તખ્તો કર્યો તૈયાર

Sept. 19, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઈ : આજે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની હાઇવોલ્ટેજ મેચ દુબઈમાં રમાશે. લોકોમાં આ મેચને લઇને રોમાંચ કેટલો છે તેનો ખ્યાલ એ વાત પરથી આવી શકે કે થોડી જ મીનીટોમાં મેદાનની બધી જ ટીકીટો વેચાઇ ગઇ છે. હાઇવોલ્ટેજ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પૂરી તૈયારીઓ કરી દીધી છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમની દબાણ હેઠળ ફરીથી કસોટી થશે. જેને લઇને તમામ ખેલાડીઓ લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે.



જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક મેચ આજે સાંજે રમાનાર છે. લાંબા સમય બાદ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ભાગરૂપે આ મેચ બંન્ને દેશો વચ્ચે રમાનાર છે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોનાં ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોનાં ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનાં ભાગરૂપે મેચ રમાઇ હતી. જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટનાં ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી.

ભારત આજે તે આ હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. મેચનું સાંજે ૫-૩૦ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવશે. એશિયા કપમાં આજે ઐતિહાસિક મેદાન પર આ મેચ રમાનાર છે. હાઉસફુલનાં શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવશે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ દેખાઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન બંન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. બંન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. આજની મેચમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે.