loader

Breaking News


Home > Sports > ટીમ ઇંડિયાનો પ્રથમ સુકાની, 67 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી લીધુ હતુ સંન્યાસ


Foto

ટીમ ઇંડિયાનો પ્રથમ સુકાની, 67 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી લીધુ હતુ સંન્યાસ

Oct. 31, 2017, 6:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણા દેશમાં લોકો ક્રિકેટને ખુબ જ પસંદ કરે છે. આજે રમતમાં ખેલાડીની ઉંમર 30 ઉપર જાય એટલે તેના રિટાયરમેંટની ચર્ચા ચાલુ થઇ જાય છે, વળી એક સમય કર્નલ સી કે નાયડુ જેવા ખેલાડીઓનો પણ હતો. આજે તે નામથી લોકો ભલે અજાણ્યા હોય, પરંતુ કર્નલ સી કે નાયડુ તે જ ખેલાડી છે, જેણે ટીમ ઇંડીયાનાં પ્રથમ સુકાની હોવાનું ગોરવ પ્રાપ્ત થયુ હતુ. એટલે કે જે વિરાસત આજે વિરાટ કોહલી સંભાળી રહ્યા છે, તેનો પાયો કર્નલ સી કે નાયડુએ મુક્યો હતો. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1895માં મહારાષ્ટ્રનાં નાગપુરમાં થયો હતો.



ભારતીય ટીમનાં પ્રથમ સુકાની સી કે નાયડુને સુકાની પદ મળ્યુ ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. જે ઉંમરમાં આજનાં ખેલાડીઓ રિટાયરમેંટ લેવાનું વિચારતા હોય છે ત્યારે નાયડુએ ટીમ ઇંડીયાની સુકાનીની શરૂઆત કરી હતી. ઇંગ્લેડ વિરુદ્ધ જુન 1932માં તેમણે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ભારત તરફથી 7 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે પોતાના કેરિયરમાં 207 ફર્સ્ટ ક્લાસ મેચો રમી હતી.

કર્નલ સી કે નાયડુએ પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ 67 વર્ષની ઉંમરે રમી હતી, જે સમયે લોકો ઠીકથી ચાલી શકતા નથી તે ઉંમરે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેમણે 7 ટેસ્ટ મેચોમાં બે અર્ધશતકની મદદથી 350 રન બનાવ્યા હતા. તે એક ફાસ્ટ બોલર હતા. તેમણે ભારત તરફથી 7 મેચોમાં 9 વિકેટ લીધી હતી. એક ક્રિકેટ રાઇટર ડિકી રોનેગરે લખ્યુ હતુ કે, તે સમય કઇંક અલગ જ હતો જ્યારે નાયડુ જીમખાનામાં બેટિંગ કરવા માટે મેદાને ઉતરતા હતા, ત્યારે બાળકો ક્લાસ છોડી તેમની બેટિંગ જોવા આવી જતા હતા, બિઝનેસમેન પોતાના ટ્રેડિંગ રોકી દેતા હતા.

હાર્દિક શાહ