loader

Breaking News


Home > Sports > ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક પર બનશે ફિલ્મ


Foto

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક પર બનશે ફિલ્મ

Aug. 10, 2018, 10:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : લાંબા સમયથી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક ચર્ચામાં રહી હતી. ગત એક અઠવાડિયાથી તેમા ઝડપ આવી છે. સાનિયા હાલમાં ગર્ભવતી છે. ખબર છે કે, સાનિયાની બાયોપિક તેના જીવનમાં ટેનિસની ઉપલબ્ધીઓ પર ઓછી અને તેની સાથે સંકળાયેલા વિવાદો પર વધારે નિર્ભર હશે.



સાનિયા દ્વારા શોર્ટ સ્કર્ટ પહેરીને રમવા પર કટ્ટરપંથિયોનાં વિરોધ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહનો મુદ્દો ફિલ્મમાં કેન્દ્રમાં રહેશે. તમને જણાવી દઇએ કે, આ લગ્ન પર ખુબ જ હંગામો થયો હતો અને પાકિસ્તાની સાથે લગ્ન કરવાથી લાખો લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મ નિર્માતા રાની સ્ક્રૂવાલા સાનિયા પર ફિલ્મની યોજના બનાવી રહ્યા છે. જો કે હજુ સુધી ફિલ્મની હિરોઇન ફાઇનલ કરવામા આવી નથી. સાનિયા કહેતી રહી છે કે તેની બાયોપિકમાં તેની ખાસ ફ્રેન્ડ પરિણિતી ચોપડાને તે જોવા માંગે છે. સૂત્રો અનુસાર, નિર્માતા ફિલ્મમાં સાનિયાને જ રોલ ઓફર કરી રહ્યા છે. સાનિયા જાહેરાતો કરતી રહી છે અને કેમેરા સામે સહજ છે. નિર્માતા આ માટે તેનો મોટો ચેક આપવા પણ તૈયાર છે. જો કે, સાનિયાએ હજૂ સુધી કોઇ જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે, સચિન તેંદુલકરે પોતાની બાયોપિક ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રીમ્સમા પોતે નજર આવ્યો હતો.