loader

Breaking News


Home > National > 2019 લોકસભાની ચુંટણી પૂર્વે ભાજપ ટેન્શન બાદ એટેન્શનનાં મૂડમાં


Foto

2019 લોકસભાની ચુંટણી પૂર્વે ભાજપ ટેન્શન બાદ એટેન્શનનાં મૂડમાં

July 10, 2018, 11:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભા ૨૦૧૯ ની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ટેન્શન વધતું જઈ રહ્યું છે. પક્ષના આંતરિક સુત્રોનાં જણાવ્યા મુજબ હાલનાં સાંસદોમાંથી લગભગ ૧૪૦ જેટલા સાંસદોની ટીકીટ આવનારી લોકસભા ૨૦૧૯ ની ચુંટણીમાં કપાઈ શકે છે. આ સાંસદોમાં કેટલાક મંત્રીઓ તેમજ પક્ષના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ પણ થાય છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, એલ.કે, આડવાણી તેમજ મુરલી મનોહર જોશી સહીત ઘણા નેતાઓની ટીકીટ કપાઈ શકે છે.

જો કે હજુ સુધી સ્પષ્ટ કારણ નથી જાણી શકાયું કે આ સાંસદોની ટીકીટ કેમ કપાઈ શકે પણ સુત્રોનાં જણાવ્યા મુજબ અમુક સાંસદો ઉંમરનાં લીધે ચુંટણી લડવાની ના પાડી રહ્યા છે તો બીજી બાજુ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજન, ઉમા ભરતી અને રાધા મોહન સિંહે ચુંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. અ ઉપરાંત ગુજરાતમાંથી પણ ચાર થી પાંચ ચાલુ MP ની ટીકીટ કપાઈ શકે છે તેમાં એલ.કે, આડવાણી, પૂનમ માડમ, કિરીટ સોલંકી અને પરેશ રાવલનો સમાવેશ થાય છે.