loader

Breaking News


Home > National > અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવવા આતંકવાદીઓએ તૈયાર કરી યોજનાઃ સુત્રો


Foto

અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવવા આતંકવાદીઓએ તૈયાર કરી યોજનાઃ સુત્રો

July 4, 2018, 9:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વાર્ષિક અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ વચ્ચે ચાલી રહી છે ત્યારે અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડી દેવા અને શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેની યોજના લશ્કરે તોયબા દ્વારા તૈયાર કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.



હુમલાની યોજના હાલમાં કુલગામ ખાતે મળેલી ત્રાસવાદીઓની બેઠકમાં તૈયાર કરવામાં આવી હતી. આ વખતે હુમલાની જવાબદારી લશ્કરે તોયબાના લીડર મોહમ્મદ નાવિદ જટ્ટ ઉર્ફે અબુ હંજાલાને સોંપી દેવામાં આવી છે. તોયબાને હુમલા માટે મોટા પાયે હથિયારો મળનાર છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારનાં દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીર રીતે ધ્યાન આપી રહ્યા છે.

બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાનાં બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરનાં અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરનાં અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે. અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે. આ વખતે યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નજર રાખી રહ્યા છે. જેથી ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાઇ છે. ત્રાસવાદી હુમલાને નિષ્ફળ કરવા માટે એનએસજી કમાન્ડોને પણ મોકલી દેવામાં આવ્યા છે.