loader

Breaking News


Home > Gujarat > ભાજપમાં જોડાવવાની વાતને અલ્પેશ ઠાકોરે આપ્યો રદિયો, સરકાર સામે કરશે આંદોલન


Foto

ભાજપમાં જોડાવવાની વાતને અલ્પેશ ઠાકોરે આપ્યો રદિયો, સરકાર સામે કરશે આંદોલન

Sept. 25, 2018, 10:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ અને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં સામેલ થવાની વાતને રદિયો આપ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ ઓબીસી વોટબેન્ક પર કબ્જો જમાવવા માટે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવી શકે છે તેવી અફવા પણ વહેતી થઇ હતી પરંતુ ખુદ અલ્પેશ ઠાકોરે આ સંભાવનાઓથી ઇન્કાર કરતાં સરકારને દરેક ક્ષેત્રે નિષ્ફળ ગણાવી હતી.

ગુજરાતમાં લોકસભાચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવા માટેની કવાયતો તેજ બનાવી રહયા છે. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી.

આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઇ છે એટલા માટે તેઓ આ અફવા ફેલાવી રહી છે. અલ્પેશે જણાવ્યું હતું કે તે કોંગ્રેસના કાર્યકર્તા છે અને રહેશે. અલ્પેશે કહ્યું હતું કે તેમની પ્રામાણિકતાને શંકાના ઘેરામાં લાવવા માટે આ અફવા ફેલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તે સરકાર વિરુદ્ધ આંદોલનનું રણશિંગુ ફૂંકશે.