loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી આવી


Foto

ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી આવી

April 28, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : માનવ અધિકારોના રક્ષણ અને જતનમાં ગુજરાત સરકારે કરેલ કામગીરી સંતોષકારક છે. રાજ્ય સરકારે તમામ નાગરિકોને માનવ અધિકારો પ્રાપ્ત થાય અને અધિકારોનું હનન ન થાય તે માટે અનેકવિધ પગલાં ભર્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનાથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૧૭,૫૦,૦૦૦ માનવ અધિકાર ભંગ અરજીઓ આવી છે. જેમાં સંદર્ભે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરપર્સન એચએલ દત્તુએ જણાવ્યું હતું.

આયોગના ચેરપર્સન દત્તુએ કહ્યું કે, માનવ અધિકારનું હનન થાય તહીં તે માટે આયોગ સતત કાર્યરત છે. સમાજના તમામને ન્યાય મળે તે આયોગની પ્રાથમિકતા છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સભાન બને તે મુદ્દે ભાર મુકતાં દત્તુએ કહ્યું કે, કેમ્પને ખુલ્લો મુકાયાના બીજા દિવસે આયોગની ચાર બેન્ચ દ્વારા ૧૩૬ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસ પૈકી ૬૩ કેસમાં સંતોષકારક કામગીરી થઈ હોવાથી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪૦ કેસમાં વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યા છે.