loader

Breaking News


Home > National > કાશ્મીર પરના રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કરી નામંજૂર કરનારા દેશોમાં ભારત સહિત ૬ દેશો સામેલ


Foto

કાશ્મીર પરના રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કરી નામંજૂર કરનારા દેશોમાં ભારત સહિત ૬ દેશો સામેલ

June 23, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રસંઘનાં કાશ્મીર રિપોર્ટ પર આપત્તિ ઉઠાવીને રિજેક્ટ કરનાર દેશોમાં ભારતની સાથે સાથે ૬ અન્ય દેશો જો ડાઈ ગયા છે. હ્યુમન રાઈટ્‌સ હાઈ કમિશ્નરની જનરલ ડિબેટ દરમિયાન જ્યારે હાઈકમિશ્નર જેદ રાદ અલ હુસેને લખેલા રિપોર્ટને ચર્ચા માટે રાખવામાં આવ્યો ત્યારે એશિયાથી અફઘાનિસ્તાન અને ભૂટાન સહિત આફ્રિકા, યુરેશિયા અને લેટિન અમેરિકી દેશોએ આ રિપોર્ટ પર સવાલ ઉઠાવતા રિજેક્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.

જો કે, આ રિપોર્ટ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પરમિનેન્ટ રિપ્રેજેંટેટિવ ફારૂખ અમીલે પાકિસ્તાન તરફથી અપીલ કરી હતી કે જમ્મૂ કાશ્મીરમાં હ્યૂમન રાઈટ્‌સના કેસોમાં તપાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સમિતિ મોકલવામાં આવે. જો કે, ઈસ્લામિક દેશો તરફથી બોલતી વખતે પાકિસ્તાનના રિપ્રેજેંટેટિવ અમીલે માત્ર પોતાની વાત રિપિટ કરી હતી. અમીલે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રસંઘની કાશ્મીર રિપોર્ટ ઈશારો કરે છે કે હ્યૂમન રાઈટ્‌સ સંસ્થાને જમ્મૂ-કાશ્મીરમાં આગામી મહત્વપૂર્ણ કદમ ઉઠાવવાની જરૂર છે.