loader

Breaking News


Home > Gujarat > સ્વર્ણિમ સંકુલ-1 ખાતે ડેપ્યુટી સીએમને ત્યાં પ્રજાનો ભારે ટ્રાફિક, મોટાભાગનાં મંત્રીઓ હાજર ન રહેતા પ્રજામાં ભાજપનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે


Foto

સ્વર્ણિમ સંકુલ-1 ખાતે ડેપ્યુટી સીએમને ત્યાં પ્રજાનો ભારે ટ્રાફિક, મોટાભાગનાં મંત્રીઓ હાજર ન રહેતા પ્રજામાં ભાજપનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે

May 30, 2018, 1:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી શાસન ભોગવતી ભાજપ સરકાર ફરીવાર સત્તા પર ૯૯ ડિજીટમાં આવી છે ત્યારે ગુજરાતમાંથી સ્વર્ણિમ સંકુલ ૧ તથા ૨ માં બેસતા મુખ્યમંત્રીથી લઈને કેબિનેટ કક્ષાનાં અને રાજ્યકક્ષાનાં મંત્રીઓ બેસે છે ત્યારે મંગળવાર અને બુધવારે ગુજરાતનાં ઠેર ઠેર જિલ્લા તાલુકાઓમાંથી આવતાં અરજદારો પોતપોતાના કામો લઈને આવતાં હોય છે ત્યારે આ અરજદારોમાં સૌથી વધારે જો ટ્રાફિક અને હાઉસફૂલ હોય તો તે સ્વર્ણિમ સંકુલ ૧ માં બેસતાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ત્યાં હોય છે.



ઘણીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે હાજર ન હોવાથી અને મોટા ભાગનાં મંત્રીઓ હાજર ન હોવાથી ડેપ્યુટી સીએમને ત્યાં ટ્રાફિક ભારે રહેતો હોય છે. હા પણ સોમવારથી ગુરુવાર ડેપ્યુટી સીએમ પોતે પ્રજાનાં કામો માટે હરહંમેશ તેમનો દરબાર ભરીને બેઠાં હોય છે. આજે કામની બાબતમાં જોઈએ તો સૌથી વધારે અરજદારોને સાંભળવા હોય તો અને ભલામણો કરેલી હોય તો ટોપ લેવલે નંબર ૧ તરીકે નીતિન પટેલનો ગ્રાફ હંમેશા ઊંચો હોય તેવું બેશક કહી શકાય છે. સોમવારથી ગુરુવાર સુધીમાં તમામ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારનાં પ્રશ્નોને લઈને અહીંયા રજૂઆત કરવા આવતાં હોય છે. ત્યારે ઘણીવાર અરજદારો પણ તેમની સાથે હોય છે. આજે ભાજપમાં મંત્રીમંડળ રચાયું બાદ હાલ મોટા ભાગનાં મંત્રીઓ ગેરહાજર રહેતાં હોય છે.

કેબિનેટ મંત્રીઓમાં જેને વધારે હાજરી હોય તેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કૌશિક પટેલ, ઈશ્વર પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી હોય છે. જેમાં સૌથી વધારે હાજરીપત્રકની ચકાસણી કરવામાં આવે તો સ્વર્ણિમ સંકુલ ૧ તથા ૨ માં નંબર વન નીતિન પટેલ, બીજા નંબરે કૌશિક પટેલ, ત્રીજા નંબરે ઈશ્વર પરમાર, ચોથા નંબરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવે છે ત્યારે સ્વર્ણિમ સંકુલ ૨ માં કાયદા તથા ગૃહમંત્રીને ત્યાં ભારે ભીડ હોય છે. સ્વર્ણિમ સંકુલ ૨ માં જો હાજરી અને પ્રજાનો ટ્રાફિક હોય તો મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યાં હોય છે ત્યારે પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવા ડેપ્યુટી સીએમ પોતે અઠવાડિયામાં ચાર દિવસ ફાળવે છે બાકી બીજા મંત્રીઓ રાજ્યકક્ષાનાં છે તેમાં માંડ ૨ દિવસ અને તેમાં પણ ૧ કલાક બાદ ગાયબ થઈ જાય છે આજે પ્રજાનાં પ્રશ્નો માટે મંત્રીઓ ન મળતાં ભાજપનો જે ગ્રાફ નીચે જઈ રહ્યો છે તેનું મૂળભૂત કારણ આ છે. ત્યારે નીતિન પટેલ દ્વારા પ્રજાનાં પ્રશ્નોને સૌથી વધારે મહત્વ આપીને ભાજપનું ધોવાણ જે મંત્રીઓ હાજર નથી રહેતાં ત્યાં ધોવાઈ રહ્યું છે તેનું લેવલ નીતિનભાઈ કરી રહ્યાં છે. પ્રજાએ જ્યારે ચુંટીને મોકલ્યા હોય અને પ્રજાનાં કામ થતાં ન હોય ત્યારે ગુજરાતનાં પાટનગર સુધી ભાડા ખર્ચીને લાંબા થતાં હોય છે ત્યારે જો મંત્રીઓ જ ન મળે તો ધરમનો ધક્કો અને સમય પણ બરબાદ થાય છે ત્યારે કોઈ મંત્રી હાજર ન હોય તો પ્રજાનાં કામોનું પોટલું નીતિન પટેલ લઈને ફરતાં હોય છે અને તમામને શાંતિથી સાંભળીને રોજબરોજ ૫૦૦થી પણ વધારે અરજદારો નીતિન પટેલને મળવા આવે છે. ત્યારે ઘણાં જ મંત્રીઓને પ્રદેશ કક્ષાએ સૂચના આપવામાં આવી છે કે તમામ મંત્રીઓએ સોમવારથી ગુરુવાર પ્રજાનાં પ્રશ્નો સાંભળવા અને હાજર રહેવું. પણ કોઈ રાજ્યકક્ષાનાં મંત્રીઓનો ફિક્સ સમય છે જ નહીં આજે મોટાભાગનાં મંત્રીઓને ત્યાં મંત્રીઓ તો હાજર ન હોય પણ પીએ, પીએસ પણ ગુમ જોવા મળી રહેલાં છે. ઘણાં શેરબજારની ઓફિસમાં સટ્ટા રમતાં હોય છે ત્યારે પ્રજાને જવાબ આપવા હાજર પીએ, પીએસ ન હોય તો પટાવાળા પણ તેમના બાપ થઈ જતાં હોય છે ત્યારે ડેપ્યુટી સીએમને ત્યાં પીએ, પીએસથી લઈને પટાવાળા પણ પાણી પીવડાવીને ડેપ્યુટી સીએમ મળશે કે કેમ ક્યારે આવશે તેનો ઉત્તર ખરો મળી જતો હોય છે. સ્વર્ણિમ સંકુલ ૨ માં નવા મંત્રીઓની નિમણૂંક બાદ આજે પ્રદિપસિંહ જાડેજા અને પરબત પટેલ આ બે મંત્રીઓને ત્યાં ભીડ હોય છે બાકી મોટાભાગનાં મંત્રીઓ ગમે તે સમયે આવીને નીકળી જતાં હોય છે ત્યારે પ્રજાનાં કામોને વાચા આપવા અત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ માથે પોટલું લઈને ફરી રહ્યાં છે. હા વિજય રૂપાણીને ત્યાં ભીડ હોય છે પણ સીએમ તરીકે હોવાથી ઘણી જ જગ્યાએ ઉદ્‌ઘાટનો, દિલ્હીનું આમંત્રણથી લઈને ઘણીવાર મળી શકતાં નથી બાકી હાલ ભારે ટ્રાફિક નીતિન પટેલને ત્યાં દેખાઈ રહ્યો છે.