loader

Breaking News


Home > Gujarat > આ દેશમાં હક માંગવા માટે આત્મવિલોપન કરો તો પણ હક નથી મળતો


Foto

આ દેશમાં હક માંગવા માટે આત્મવિલોપન કરો તો પણ હક નથી મળતો

Feb. 17, 2018, 1:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટણમાં દલિત કર્મશીલ દ્વારા કરવામાં આવેલા આત્મવિલોપનનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોતાનાં હક માટે આત્મવિલોપન કરવું પડે તે ભારતીય અને સમાજ અને સરકાર માટે શરમજનક ઘટના છે. આવી ઘટનાઓ બનવા પાછળ નિષ્ઠુર વહીવટીતંત્રનો ભાગ રહેલો છે. દેશની સડી ગયેલ સરકારી સિસ્ટમમાં હવે ગરીબ અને સામાન્ય માણસને જ નહી પરંતુ સરકારી અધિકારીઓને પણ ન્યાય મળતો નથી જેનો ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન કરવું એ ઉદાહરણરૂપ છે.

રાજ્યની સરકારી સિસ્ટમ કેટલી હદે ભ્રષ્ટ અને સડી ગઈ છે તે આ બનાવ દ્વારા સાબિત થઇ ગયું છે. વર્ષો પહેલાં 3 એપ્રિલ 2013 ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે છોટુનગર સોસાયટી વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારના પાંચ સભ્યો એ કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું. આ ઘટનાને પગલે રાજકોટ સહીત દેશમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ પરિવાર પર તેમનું મકાન ખાલી કરાવવા માટે ભાજપનાં નેતાઓએ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતનાં શાસકો સમગ્ર દેશમાં વાહવાહી લુંટાવા માટે ગુજરાત મોડલ નંબર ૧ હોવાના મોટા ઉપાડે દાવા કરે છે ત્યારે છાસવારે આ મુજબની ઘટનાઓ સાબિત કરી આપે છે કે દેશમાં પોતાનો હક માંગવા માટે આત્મવિલોપન કરવા છતાં પણ હક નથી મળતો. વધુમાં ખેડૂતોને પણ ટેકાનાં ભાવ અને લોનનાં મુદ્દે સરકાર તરફથી કોઈ સહાય નાં મળતાં આજે દેશમાં ઘણાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબુર બન્યાં છે.