loader

Breaking News


Home > Sports > BCCIમાં સેટિંગ નથી એટલે હુ આજે ટીમનો કોચ નથીઃ સેહવાગ


Foto

BCCIમાં સેટિંગ નથી એટલે હુ આજે ટીમનો કોચ નથીઃ સેહવાગ

Sept. 16, 2017, 4:17 p.m.
      Whatsapp   

દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેન અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના કોચ ના બની શક્યાનું કારણ કહ્યું હતું. સેહવાગે જણાવ્યું હતું કે તેની સેટિંગ BCCIમાં નથી. આ જ કારણ છે કે હુ કોચ ના બની શક્યો. સેહવાગ ટીમ ઈન્ડિયાના ટીમના કોચ માટે અગ્રણી માનવામાં આવતો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીની પસંદ રવિ શાસ્ત્રી હતા અને તે બની ગયા.

સેહવાગ બેબાક નિવેદન માટે જાણીતો છે. હવે તેણે ટીમ ઇંડિયાના કોચ પદ માટે મોટો ખુલાસો કરતા કહ્યું છે કે હુ ટીમનો કોચ નથી કેમ કે મારે BCCIમાં કોઇ સેટિંગ નથી. મીડિયા સાથેની વાતચીતમાં સેહવાગે કોચ પદ માટે ખુલાસીને પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે મે ટીમ ઇંડિયાના કોચ પદ માટે ક્યારેય વિચાર્યુ ન હતુ. મારી પાસે કોચ પદ માટેની ઓફર આવી હતી. પરંતુ ત્યારે મને ખબર નહોતી કે આ પદ માટે મારી પાસે BCCI નું  સેટીંગ હોવુ જરૂરી છે અને એટલે જ હુ આ રેસમાં પાછળ રહી ગયો.

બીસીસીઆઇના સચિવ તરફથી મને આ પદ માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. તેથી મે આ પદ માટે પોતાનો સમય પણ ફાળવ્યો હતો અને પછી આવેદન ભર્યુ હતુ. વિરાટ કોહલી સાથે પણ મારી વાત થઇ હતી. તેના તરફથી પણ મને આવેદન ભરવા માટે કહેવામાં આવ્યું હતુ પણ મને ખબર ન હતી કે આ પદ માટે BCCIમાં સેટિંગ પણ હોવુ જરૂરી છે. સાચું કહુ તો મને કોચ બનવાની કોઇ ઇચ્છા પહેલા પણ નહોતી અને આગળ પણ ક્યારેય નહી હોય.

હાર્દિક શાહ