loader

Breaking News


Home > Gujarat > જલેબી ફાફડાનાં ધંધામાં ભારે મંદી, વેપારીઓને ત્યાં કાગડાઓ ઉડ્યા


Foto

જલેબી ફાફડાનાં ધંધામાં ભારે મંદી, વેપારીઓને ત્યાં કાગડાઓ ઉડ્યા

Oct. 19, 2018, 2:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : અમદાવાદથી લઈને ગાંધીનગરમાં તહેવાર ગમે તે હોય પણ ચટાકા તો લેવાના જ ત્યારે દશેરાનાં પર્વ તહેવારે તેની ઉજવણી કરવા જલેબી ફાફડા કરોડો રૂપિયાનાં નાગરીકો ઝાપટી જતા હોય છે પણ હવે ૫૦ ટકા ગરાગી તૂટી ગઈ હોય તેમ વેપારીઓને રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે. મોંઘી દાટ અને મોંઘા દાટ ફાફડા સામે વેચામ કરવાવાળાનાં પણ રાફડા ફાટી નીકળ્યા છે. અને આલીયો, માલીયો, જમાલીયો પણ આ ધંધામાં સીઝનેબલ ધંધામાં કમાવવા જાણે રીતસરની હોડ મુકી હોય તેમ જાહેર માર્ગે અને જાહેર રસ્તાઓ ઉપર દેઠોક લગ્નનાં માંડવાઓ રોપાયા હોય તેમ ગમે ત્યાં સરકારી જમીનોમાં માંડવા રોપી દેતા હોય છે.તંત્રની ઐસી કી તૈસી સમજવાવાળાને ખબર છે કે રજાનાં દિવસે અધિકારીઓ ક્યાં આવવાના છે ? જેથી અમદાવાદ કરતાં ગાંધીનગરમાં વેપારીઓ બેફામ બન્યા હોય તેમ ભાવોમાં પણ ભારે ભડકો કરી દીધો છે. ગુજરાતમાં સૌથી મોંઘા દાટ ભાવે વેચાતા હોય ફાફડા અને જલેબી તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગરમાં ફાફાડ જલેબી ખાવાવાળા અને અડધી પેટીથી લઈને દોઢ પેટીનો પગાર મેળવતા કર્મચારીઓને કોઈ પૈસાની ગણતરી નથી તેવી સપનામાં રાખતા વેપારીઓને ૨૦૧૮ના વેપાર ધંધામાં ત્યારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. હવે ઘરે ઘરે ફાફડા જલેબીનાં સ્ટોલોના માંડવાનો બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા હોય તેમ ગુજરાતનું પાટનગર લૂંટવા માટે અને સારા એવા ઉંચા ભાવે ગ્રાહકોને પધરાવવા માટેનું આદર્શ સ્થળ બન્યું છે. પણ હવે પાટનગરમાં પણ રહેવાસીઓ આવા ઉચા દામ લઈને પધરાવતા વેપારીઓથી ચેતી ગયા હોય તેમ અગાઉથી આગોતરૂ આયોજન કરીને અમદાવાદ, દહેગામ, માણસા, કલોલથી ખરીદી કરવાનું વિચારે છે.

સૌથી વધારે હાઈએસ્ટ ભાવે ફાફડા પાટનગરમાં વહેંચાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર એવા રાજકોટ શહેરમાં પણ ફાફડા ૨૪૦ થી ૩૦૦ રૂપિયે વેચાઈ રહ્યા છે. તો પાટનગરમાં ૪૫૦ થી ૫૫૦ કિલોનાં ભાવનાં ફાફડા તથા ડાલડા ઘી તથા તેલની જલેબી ૨૦૦ રૂપિયે વેચાઈ રહી છે. જે અમદાવાદ ખાતે ૧૦૦થી લઈને ૧૬૦નો ભાવ છે. લૂંટો ભાઈ લૂંટો, પણ હવે માદરની બહાર વધારે પાથરેલા ધંધામાં વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભલેને પછી તહેવાર બાદ ૫ હજારમાં ૧૦ હજારની હાજરીમાંથી ૧ મીંડી નીકળી જાય, મોંઘા દાટ મજૂરોના પગારથી લઈને ધંધો કરતા વેપારીઓને ભારે હૈયે રોવાનો વારો આવ્યો છે. ત્યારે દરેક સેક્ટરોમાં મંડપો નાંખીને વેપલો કરતાં વેપારીઓને તંત્રની જરાય કોઈ પણ પ્રકારનો ડર જ નહોય તેમ રડો, રસ્તા તથા ફૂટપાથ અને ચાર રસ્તા પાસે મંડપો નાંખીને પ્રજાને ઉંચા ભાવે વેચવા અને આકર્ષણ જમાવવા તમામ પ્રયત્નો આદર્યા છે. ત્યારે ગાં.મનપા ઘોરનીંદ્રામાં હોય તેમ તહેવારોની રજામાં રજા રહેતાં વેપારી બેફામ બની ગયા છે.

કલેક્ટર કચેરી દ્વારા પહેલાં વેપારીઓ ઉપર લગામ ભાવ વદારે ન લે તે માટે બગામ રાખવામાં આવતી હતી. ત્યારે તેનું પણ હવે સુરસુરીયું થઈગયું છે. અખબારોના કાગળોમાં જલેબી, ફાફડા તેલવાળી વસ્તુઓ જે પીરસવામાં આવે છે. તે કાગળોની શાહીઓ પણ ગ્રાહકના પેટમાંજાય છે. ત્યારે કેન્સર જેવા અનેક રોગોને નોતરી રહ્યું છે. પાટનગરમાં વેપારીઓ દ્વારા વર્ષોથી ઉંચા ભાવની લૂંટથી હવે પ્રજા પણ જાગૃત ધીરેધીરેથતી જાય છે, ત્યારે આ વખતે પાફાડ જલેબીનો ગ્રેઝ ઘટાને ખમણ, ચોળાફળી તરફ વળતાં વેપારીઓને ધંધામાં મોટી ખોટ ખાવાનો વારો આવ્યો હોવાનું પણ લોકમુખે ચર્ચાનોવિષય બન્યો છે. ત્યારે ચાદરથી પણ વધારે પાથરેલા પગ અને જરૂરીયાત કરતાં ધંધામાં વધારે પલાળી દીધેલું તમામ ચીજવસ્તુઓ વેપારીઓ માટે બગાડ સાબીત થઈ છે. ગ્રાહકો વર્ષોથી લૂંટ મચાવતા વેપારીઓને ૨૦૧૮ની સાલમાં ફાફડા જલેબીથી નજર ફેરવી લેતાં ભારે નુકસાની શહન કરવાનો વારો વેપારીઓને આપ્યો છે.