loader

Breaking News


Home > Bollywood > મહિલાઓ બાળક પેદા કરી શકે છે તો ફિલ્મ નિર્માણ પણ કરી શકે છેઃ ટિસ્કા


Foto

મહિલાઓ બાળક પેદા કરી શકે છે તો ફિલ્મ નિર્માણ પણ કરી શકે છેઃ ટિસ્કા

Oct. 17, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં પ્લેટફોર્મ મારફતે પોતાની કેરિયર શરૂ કરનાર ટિસ્કા ચોપડાએ કહ્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં ફેરફાર થયા છે. મહિલાઓની લાઇફ પણ ખુબ બદલાઇ ગઇ છે. જો કે તે માને છે કે હજુ પણ કેટલાક ફેરફાર જરૂરી છે. ટિસ્કાનું કહેવુ છે કે, ફિલ્મોમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે મહિલાઓને પોતે આગળ આવવાની જરૂર છે.



મહિલાઓને લેખન, નિર્માણ અને નિર્દેશનનાં ક્ષેત્રમાં કુદી જવાની જરૂર છે. ટિસ્કા સુપરહિટ ફિલ્મ તારે જમીન પર મારફતે ચાહકોમાં લોકપ્રિય થઇ હતી. આ ફિલ્મમાં તે શાનદાર ભૂમિકા અદા કરી હતી. ટિસ્કાએ કહ્યું છે કે, ચીજો બદલાઇ રહી છે. પરંતુ હજુ કેટલીક ચીજોને બદલી દેવાની જરૂર છે. ફેરફારની ગતિમાં તેજી લાવવાની જરૂર છે. આના માટે મહિલાઓને નિર્માણ તથા નિર્દેશનનાં ક્ષેત્રમાં આગળ આવવુ પડશે. તેનું કહેવુ છે કે મહિલાઓ બાળકો પેદા કરી શકે છે તો ફિલ્મ નિર્માણ પણ કરી શકે છે.

ટિસ્કા બોલિવુડમાં કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં તારે જમીન પર, ફિરાક, કિસ્સા ટ ટેલ ઓફ લોનલી ઘોસ્ટ, ટીવી શો ૨૪ અને ઘાયલ વંસ અગેઇન ફિલ્મનો સમાવેશ થાય છે. તેની ફિલ્મ ધ હંગેરી માટે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી. તેનું કહેવુ છે કે, લાંબા સમય બાદ ભારતીય ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં ફરી એકવાર સારી પટકથાને ફરી મહત્વ આપવામાં આવનાર છે. કેરિયરની પ્રથમ ફિલ્મ પ્લેટફોર્મમાં તે મુખ્ય અભિનેત્રી તરીકે ચમકી હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં તેની સાથે પૃથ્વીની પણ ભૂમિકા હતી.