loader

Breaking News


Home > Health > સ્લિમ બનવા ત્રણ મીનીટની કસરત છે પૂરતી


Foto

સ્લિમ બનવા ત્રણ મીનીટની કસરત છે પૂરતી

Sept. 20, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શું તમે કામનાં બોઝ નીચે એટલા દબાઇ ગયા છો કે કસતર કરવા માટેનો સમય જ નથી ફાળવી શકતા ? તો તમારા માટે એક ખુશખબર છે. તમારે હવે અઠવાડિયામાં માત્ર ત્રણ મિનિટ જ કસરત માટે કાઢવી પડશે અને માત્ર આટલી જ જહેમત કરીને તમને તમારું શરીર સ્લિમ કરવામાં મદદ મળી શકે છે.



બ્રિટિશ સંશોધકોનો દાવો છે કે ઓછા સમયગાળાની સખત મહેનત જ સ્લિમ બનવા માટે પૂરતી છે. સંશોધકોએ તેમના સંશોધન બાદ જાણ્યું છે કે કલાકો જિમમાં ગાળવા કરતાં અઠવાડિયામાં એક દિવસ પ્રભાવી રીતે કસરત કરવી જોઇએ. સંશોધકોને કહેવું છે કે હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (એચઆઇટી) શરીરમાં ચરબીને બાળવા માટેનાં હોર્મોન સર્જે છે. આ હોર્મોન ગ્લુકોઝને લોહીનાં માધ્યમ દ્વારા સ્નાયુઓનાં કોશમંડળમાં મોકલે છે જ્યાં તે ઉર્જા સ્વરૂપે બળે છે.

ડેલી એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં સંશોધકોનાં અહેવાલેથી કહેવામાં આવ્યું છે કે ઓછા સમયગાળાથી સખત કસરતથી ભૂખ ઓછી લાગવામાં મદદ કરે છે જ્યારે કલાકો કસરત કરવાથી વધારે ભૂખ લાગે છે. મુખ્ય સંશોધકો પ્રોફેસર જેમ્સ ટીમોન્સે જણાવ્યું કે આનો પ્રભાવ પડશે કે જેઓ વજન ઓછું કરવા ઇચ્છે છે તેમણે કસરત પછી નાસ્તા પર તૂટી પડવાનો વારો નહીં આવે, જેવું મોટી કસરત કર્યા બાદ હંમેશા થતું હોય છે.