loader

Breaking News


Home > Gujarat > વડોદરા - સુરત સુધી ફેલાયા પરપ્રાંતીઓ પરનાં હુમલા, 68 કેસ નોંધાયા


Foto

વડોદરા - સુરત સુધી ફેલાયા પરપ્રાંતીઓ પરનાં હુમલા, 68 કેસ નોંધાયા

Oct. 10, 2018, 10:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં ઉત્તર ભારતીયો પરનો હુમલો અટકવાનું નામ નથી લઇ રહયા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો છે કે હવે કોઈ ઘટના નથી ઘટી રહી પરંતુ સુરત અને વડોદરાથી મંગળવારે જ હિંસાના કેસ નોંધાયા છે. મંગળવારે વડોદરામાં હિન્દીભાષીઓથી ભરેલ ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેનના છ ડબ્બાઓમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

ગુજસતમાં ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકોમાં આ હુમલાઓને કારણે એટલો ડર ફેલાયો છે કે તેઓ ગુજરાત છોડવા મજબુર થઇ ગયા છે. વડોદરા મુદ્દે કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે લોકો ગુજરાત છોડીને પોતાના ગૃહરાજ્યમાં જઈ રહયા છે તેમની પાસે હવે કોઈ નોકરી નથી હાલ આ ઘટનાઓમાં કુલ 68 એફઆઈઆર નોંધાઈ ચુકી છે તેમજ 600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.