loader

Breaking News


Home > Gujarat > દેશમાં કેશની તંગી ઉભી થશે, ગુજરાત સરકારે RBI ને આપી હતી જાણકારી


Foto

દેશમાં કેશની તંગી ઉભી થશે, ગુજરાત સરકારે RBI ને આપી હતી જાણકારી

April 19, 2018, 12:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : નોટબંધી પછી કેશની તંગીને લઈને ફરી એકવાર દેશમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ સરકાર અને રીઝર્વ બેંક હાલત સુધારવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આમ આદમી ખાલી ATM નાં ચક્કર કાપી રહ્યો છે. જો કે કેશની તંગીની આવી હાલત ના થતી જો ભારતીય રીઝર્વ બેન્કે ગુજરાત સરકારની ચેતવણીને માની લીધી હોત તો.

મીડિયા રીપોર્ટસ મુજબ ગુજરાત સરકારે કેશની તંગી શરુ થયાના પહેલા જ આ પ્રકારની હાલત થશે તેવી માહિતી ભારતીય રીઝર્વ બેન્કને આપી હતી. ગુજરાતે રીઝર્વ બેન્કને એલર્ટ કરી હતી તેમજ કેન્દ્રીય બેન્કને આ હાલત નાં થાય તે માટે કેશ સપ્લાય માટે ભલામણ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘણાં સમયથી ગુજરાતની બેન્કોએ રોકડની તંગી છે તેવી ફરિયાદ કરી હતી.