loader

Breaking News


Home > Bollywood > એડલ્ટ સ્ટાર સની લિયોની સહિત આ સેલિબ્રિટીઝ પણ પોર્ન ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ, જાણો


Foto

એડલ્ટ સ્ટાર સની લિયોની સહિત આ સેલિબ્રિટીઝ પણ પોર્ન ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ, જાણો

Aug. 17, 2018, 12:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં સની લિયોની પોતાના બોલ્ડ અને સેક્સી અંદાજથી દર્શકોનાં મન જીતવામાં સફળ રહી છે. આજે તેને ઈન્ડસ્ટ્રીમાં સફળ અભિનેત્રીમાં ગણવામાં આવી રહી છે. જો કે તેની પોર્ન સ્ટારની છબી તેનો સાથ આજે પણ છોડતી નથી. પરંતુ સની લિયોની એક માત્ર એક્ટ્રેસ નથી કે જે મોટા પડદાની સાથે સાથે એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ લિસ્ટમાં ઘણા એવા સેલિબ્રિટીઝ પણ છે જેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરેલુ છે.



સની લિયોનીએ પોર્ન ફિલ્મોમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેવી જ રીતે ઘણા સેલિબ્રિટીઝ છે જેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં અને પોર્ન ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

જૈકી ચૈન

એક્શન સ્ટાર જૈકી ચૈન ફિલ્મોમાં પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. તેમને આજે પણ લોકો ખાસ કરીને માર્શલ આર્ટ કિંગ તરીકે ઓળખે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે જૈકી ચૈન તેમના શરૂઆતી સમયમાં એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

કૈમરન ડિયાઝ

કૈમરન ડિયાઝે હોલિવુડમાં પોતાની એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. જો કે તે હોલિવુડ ફિલ્મોની સાથે સાથે ગણી એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

શાશા ગ્રે

શાશા ગ્રે પોર્ન ફિલ્મોમાં વધુ પ્રચલિત ચહેરો છે. તેણે પોર્ન ફિલ્મોની સાથે સાથે ઘણી હોલિવુડ ફિલ્મો અને ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે. શાશા ગ્રેને સોશિયલ મીડિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પોર્ન સ્ટારમાં ગણાય છે.

સિલવેસ્ટર સ્ટૈલોન

હોલિવુડમાં રેમ્બોનાં નામથી ઓળખ મેળવેલ સિલવેસ્ટર સ્ટૈલોનને આજે પણ લોકો પોતાનો આદર્શ માને છે. સ્ટૈલોન હોલિવુડમાં પોતાના એક્શન સીનને લઇને ઘણુ કામ કમાઇ ચુક્યો છે. જો કે તે પણ શરૂઆતમાં ઘણી એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.