loader

Breaking News


Home > National > FB અને ઈંસ્ટાગ્રામનું આ નવું ફીચર્સ સોશિયલ મીડિયાની લત છોડાવી શકે છે


Foto

FB અને ઈંસ્ટાગ્રામનું આ નવું ફીચર્સ સોશિયલ મીડિયાની લત છોડાવી શકે છે

Aug. 2, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : તમે ફેસબુક અને ઈંસ્ટા પર કેટલો સમય વિતાવો છો તેનો અંદાજ તો હશે. તેને સારી રીતે સમજવા માટે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર એક ટૂલ લઈને આવી રહી છે. રીપોર્ટસ મુજબ ફેસબુક ટાઈમ ઓન ફેસબુક નામનું ટૂલ લાવી રહ્યું છે જયારે ઈંસ્ટાગ્રામ પર યોર એક્ટીવીટી ટૂલ લાવવામાં આવશે. આ બંને ફીચર્સ તમને એ જાણવામાં મદદરૂપ થશે કે તમે આ એપ્સ પર કેટલો સમય પસાર કરો છો.

તમને જણાવી દઈએ કે આ પ્રકારનું ફીચર્સ ગુગલે એન્ડ્રોઇડ માટે પણ લાવવાનું જાહેર કર્યું છે જયારે એપલ પણ IOS માં આ ફીચર્સ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા ફીચર્સથી યુઝર્સને કેટલાંક ફાયદા પણ થશે તેમજ ફેસબુકની લત ઓછી થવાની ધારણા પણ છે. ફેસબુક અને ઈંસ્ટાગ્રામની સેટિંગ્સમાં આ ઓપ્શન એડ કરવામાં આવશે ત્યાંથી તેને એક્સેસ કરી શકાશે. . વપરાશકર્તાઓને બાર ચાર્ટ્સ દ્વારા જણાવાશે કે તેઓએ સોશિયલ મીડિયા પર કેટલો સમય ગાળ્યો છે.