loader

Breaking News


Home > Health > કેંન્સરનાં આ લક્ષણો જેને અણદેખા ન કરી શકાય


Foto

કેંન્સરનાં આ લક્ષણો જેને અણદેખા ન કરી શકાય

Feb. 6, 2018, 7:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણા જીવનમાં બિમારી એક પછી એક આવતી રહે છે. શરીરમાં આવતી કોઇ પણ બિમારી તમને ક્યારે પુછીને આવતી નથી. પરંતુ હા શરીરમાં થતા ફેરફાર તમને જરૂર દસ્તક આપે છે. જો કે આ દસ્તકની અણદેખી કરવી તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. તેમા ખાસ કરીને કેંન્સર જેવી જીવલેણ બિમારીનાં લક્ષણની અણદેખી કરવી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.



કેંન્સરનાં લક્ષણને ગંભીરતાથી લેવા ખુબ જ જરૂરી છે. ખાસ કરીને પુરૂષો આ બિમારીનાં લક્ષણને ગંભીરતાથી લેતા નથી જેનું પરિણામ કેંન્સર જેવી ખતરનાક બિમારી પુરૂષોમાં વધુ જોવા મળે છે. ઘણીવાર કેંન્સરનાં લક્ષણો એટલા સામાન્ય હોય છે કે લોકો તેને નાની બિમારી સમજવાની ભુલ કરી બેસે છે. બિમારી નાની હોય કે મોટી તેને ક્યારે પણ સામાન્ય ન ગણી શકાય.

કેંન્સરનાં લક્ષણોની અણદેખી તમને પહોચાડશે મોત તરફ. કેંન્સરનાં એવા કયા લક્ષણ છે જેની અવગણના તમને ભારે પડી શકે છે આઓ તેના પર નજર કરીએ.

તમારા પેશાબમાં આવતો ફેરફાર કેંન્સરનું લક્ષણ હોઇ શકે છે. પેશાબ કરતા શરૂઆતમાં પીડા થવી, પેશાબ કર્યા બાદ પણ ધીમે ધીમે પેશાબ થતો રહે, રોકી રોકીને પેશાબ થવો. પેશાબમાં આવતા ફેરફાર તમને ખાસ ચેતવણી આપે છે. કેંન્સરનો એક ખાસ લક્ષણ તમારા ચહેરામાં આવતો ફેરફાર છે. મોઢા અને ગળાનાં ભાગમાં સતત દુખાવો થવો, ખાવાનું ખાવામાં તકલીફ થવી, જડબાનાં નીચલા ભાગને હલાવતા તકલીફ થવી, ચહેરો સુઝી જવો, જીભમાંથી લોહી નિકળવું, ખાસી આવે ત્યારે લોહી નિકળવું, કોઇ કારણ વિના દાંતનું પડવું, સતત કફ રહેવા, અવાજમાં આવતો ફેરફાર. પેટમાં થતો દુખાવો પણ કેંન્સરનું લક્ષણ હોઇ શકે છે. દવા લીધા બાદ પણ પેટમાં દુખાવો બની રહેવો પણ કેંન્સરનું લક્ષણ હોઇ શકે છે. ભૂખ ન લાગવી, પેટમાં સૂઝન, ઉલ્ટી થવી, થોડુ ખાધા બાદ પેટમાં ભરાવો લાગે, એસિડિટી થવી, પેશાબ કે મળમાં લોહી આવવુ. આ પ્રકારનાં કેંન્સરનાં લક્ષણો તમે ક્યારે પણ અણદેખા ન કરી શકો.