loader

Breaking News


Home > Health > રંગોનાં તહેવારમાં બાલ અને ચહેરાને બચાવવા અપનાવો આ ટીપ્સ


Foto

રંગોનાં તહેવારમાં બાલ અને ચહેરાને બચાવવા અપનાવો આ ટીપ્સ

March 1, 2018, 6:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : હોળીનો તહેવાર દરેકનાં ઘરમાં ખુશીઓ લઇને આવે છે. આ તહેવારમાં લોકો ખુબ મસ્તી કરતા હોય છે. પરંતુ રંગોનાં આ તહેવારમાં અમુક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી બને છે. હોળીનાં તહેવારની મસ્તીમાં લોકો પોતાના બાલ અને ચહેરાની કાળજી લેવાની ભૂલી જાય છે. હોળીમાં રંગથી તમારા બાલ અને ચહેરાને બચાવવા આ ટીપ્સને અપનાવી જરૂરી બને છે.




હોળીનાં તહેવારમાં લોકો એકબીજા ઉપર રંગ અને ગુલાલ લગાડીને આનંદની અનુભુતી કરતા હોય છે. હોળીમાં ઉપયોગમાં લેવામાં આવતા રંગ કે ગુલાલની વાત કરીએ તો તેમા હાનિકારક રસાયણિક પદાર્થ હોય છે, જે તમારા બાલ અને ચહેરાને નુકસાન કરી શકે છે. જે લોકોને સ્કીનની સમસ્યા હોય છે તેમને ડૉક્ટર આ પ્રકારનાં રંગોથી દૂર રહેવાની સલાહ આપે છે. ઘણીવાર કેમિકલ યુક્ત રંગ બાલોની સમસ્યા ઉભી કરી શકે છે. હોળી રમતા પહેલા અમુક ચોકસાઇ તમને આ મુસિબતથી દૂર કરી શકે છે.

હોળીનાં રંગોની મજા લેતા પહેલા બાલમાં કંડીશનરનો ઉપયોગ કરવો હિતાવહ છે. ગુલાલનાં રંગથી તમારા બાલ સુખા થઇ જાય છે, જો તમે કંડીશનરનો ઉપયોગ કર્યો હશે તો તમે તેનાથી થતા નુકસાનથી બચી શકો છો. બજારમાં સનસ્ક્રીમ અને હેયર ક્રીમ આસાનીથી મળી રહે છે. થોડી હેયર ક્રીમને હાથમાં લઇને તમારા બાલ પર હલ્કા હાથથી મસાજ કરો. તમે નારિયલ તેલથી પણ મસાજ કરી શકો છો.


હોળીનાં રંગોમાં નખને બચાવવા નખ પર નેલ વાર્નિશથી માલિશ કરવાથી નખ પર જમા થતા રંગોને દૂર કરી શકાય છે. હોળી રમ્યા બાદ તમારી આંખને ચોખ્ખા પાણીથી સાફ કરવાનું ન ભૂલો. ચહેરા પર ક્લીજિંગ જેલની મદદથી જમા થયેલા રંગોને દૂર કરી શકાય છે. હોળીનાં બીજા દિવસે બે ચમચી મધને અડધા કપ દહી અને થોડી હળદળ ભેળવી તમારા ચેહરા, બાજુ અને ખુલ્લા અંગો પર લગાવો. આ મિશ્રણને 20 મીનીટ સુધી રહેવા દો અને ત્યાર બાદ ચોખ્ખા પાણીથી સાફ કરી લો. આ સાવચેતી રાખ્યા બાદ પણ તમને શરીરનો કોઇ અંગ બળતો હોય તેવુ લાગે તો તુંરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.