loader

Breaking News


Home > Gujarat > ચિલ્ડ્રનવેર કપડાં ફેશનનો ધંધો કરતા આ બે નેતા વિરોધપક્ષનાં નેતા બન્યાં


Foto

ચિલ્ડ્રનવેર કપડાં ફેશનનો ધંધો કરતા આ બે નેતા વિરોધપક્ષનાં નેતા બન્યાં

May 1, 2018, 4:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : મનુષ્યનું નસીબ લોકોને ક્યાંથી ક્યાં લઇ જાય છે તે ક્યારેય સપનામાં વિચાર્યું નાં હોય ત્યાં આજે પ્રજાના સેવક બનીને વિરોધપક્ષની ભૂમિકા આ બે નેતાઓ ભજવી રહ્યા છે. ત્યારે આ બે નેતાઓ ભાષણબાજીથી લઈને વિધાનસભા હોય કે કોર્પોરેશનની સામાન્ય સભા હોય ત્યારે ભારે ચાબખાં મારતાં હોય છે. આ બે મહારથી પોતે ચિલ્ડ્રનવેર એવા કપડાં ફેશનનો શો રૂમ કરતા કરતા રાજકારણમાં આવી ગયા.

ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા એવા પરેશ ધાનાણી પોતે ભણતાં ભણતાં ધંધો કરવાની ઈચ્છા વ્યક્ત થઇ એટલે અમરેલીમાં ચિલ્ડ્રનવેર કપડાં ફેશનનો શો રૂમ શરુ કર્યો ત્યારબાદ ધંધામાં મજા ના આવતાં પાછુ ભણવાનું શરુ કરીને કોલેજકાળ દરમિયાન કોંગ્રેસના યુવા સંગઠનમાં એન્ટ્રી મેળવી હતી ત્યારબાદ અમરેલીથી બિગબોસ એવા પરશોતમ રુપાલાને હરાવીને પોતે MLA બન્યાં હતા. ત્યારબાદ બીજી ટર્મમાં પોતે હાલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિધાનસભાનાં વિરોધપક્ષના નેતા છે તેમજ શાસક પક્ષને ભારે ચાબખાં મારી રહ્યાં છે.

બીજા વિરોધપક્ષના નેતા એવા દિનેશ શર્મા છે. તેઓ પણ કોલેજકાળ દરમિયાન વર્ષોથી કોંગ્રેસ યુવા સંગઠનમાં રહીને પ્રથમવાર કુબેરનગરની સીટ બાદમાં નરોડા અને હાલ બાપુનગરથી ત્રણ ટર્મથી સતત કાઉન્સીલર બન્યાં છે. ત્યારબાદ હાલ તેઓ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા છે. તેમને પણ ચિલ્ડ્રન વેર એવા કપડાંનો બોમ્બે ફેશન નામનો શો રૂમ શરુ કર્યો હતો. જે હાલ મેઘાણીનગર તેમનાં મિત્રો ચલાવી રહ્યા છે. ત્યારે ચિલ્ડ્રન વેરનો ધંધા બાદ વિરોધ પક્ષના નેતા તરીકે આ બે પરેશ ધાનાણી તથા દિનેશ શર્માને આ પદ મળ્યું છે અને પ્રજાનાં પ્રશ્ને હર હંમેશા લડત આપી રહ્યા છે.