loader

Breaking News


Home > Health > ખાલી પેટે ખાશો આ ચીજ તો થશો હેરાન


Foto

ખાલી પેટે ખાશો આ ચીજ તો થશો હેરાન

Sept. 28, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શરીરને ઊર્જા માટે સારા આહારવિહારની જરૂર હોય છે પરંતુ આ આહારવિહાર માટે સાચો આહાર અને સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેમ આપણો પાંચમો વેદ ગણાતો આયુર્વેદ કહે છે. સાચી ખાણીપીણીથી શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા વર્તાય છે. પરંતુ ઘણી બધી ખાદ્યચીજો એવી છે જે તમે કસમયે લો તો તમને ફાયદો થવાના બદલે ઊલટાનું નુકસાન થાય છે. આવી ખાદ્યચીજોમાં કેળા ચા-કોફી ચીજો વગેરેનો સમાવેશ થાય છે. તેને જો તમે ખાલી પેટે લો તો તમને ફાયદો થવાના બદલે નુકસાન થઈ શકે છે એટલું જ નહીં પરંતુ અનેક પ્રકારની બીમારીઓ પણ તમને આવી શકે છે.આ પ્રકારની ખાદ્ય ચીજોનું સેવન ખાલી પેટે કરવાથી પેટમાં ચૂંક અને દુઃખાવો થવાની અનેક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે છેવટે એ કઈ કઈ ચીજો છે જેનું સેવન ક્યારેય પણ ખાલી પેટે ન કરવું જોઈએ.

કેળું

કેળામાં એવા અનેક તત્વો હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આથી જ આરોગ્ય નિષ્ણાતો રોજ એક કેળું ખાવાની સલાહ પણ આપતા હોય છે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ઘી-કેળાં એનો અર્થ સુખી હોવું એવો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાને ક્યારેય ખાલી પેટે ન ખાવું જોઈએ? તમને પ્રશ્ન થશે કે આ શું કામ તો તેનો જવાબ એ છે કે ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઘણું વધી જાય છે. તેના કારણે લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનાં પ્રમાણમાં અસંતુલન થઈ જાય છે. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.

ચા અને કોફી

ચા અને કોફી પણ ખાલી પેટે ખતરનાક છે કારણ કે ચામાં થીન અને કોફીમાં કેફીન હોય છે. ખાલી પેટે ચા-કાફીનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનદાયક રહે છે પરંતુ જો તમને સવારે ચા કે કોફી વગર ચાલે તેમ ન જ હોય તો તમારે સવારે ઉઠીને પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ અથવા કંઈક ખાઈ લેવું જોઈએ.

ચટપટી ચીજો

અનેક લોકોને સવારમાં કંઈને કંઈ ખાવા જોઈએ છે. તેમાં પણ કંઈ ચટપટું કે મસાલેદાર મળે તો અત્યારે કોને પસંદ ન હોય? ખાસ કરીને બાળકને નાનપણથી જ દૂધ સાથે નાસ્તો કરવાની ટેવ પાડવામાં આવે છે પરંતુ જો ખાલી પેટે આ નાસ્તો અને તેમાંય મસાલેદાર નાસ્તો કરવાની ટેવ પાડવામાં આવે તો તે નુકસાનદાયક છે કારણ કે તેનાથી પાચન ખરાબ થઈ જાય છે તેનાથી શરીરમાં હાજર એસિડ પર અસર પડે છે કારણ કે તેનાથી પેટમાં એસિડિટી થાય છે અને તેને કારણે પેટમાં ચૂંક આવી શકે છે.

ટમેટાં

ઘણીવાર લોકો ટમેટાંને ફળ સમજીને સવાર સવારમાં ખાલી પેટે ખાતાં હોય છે. તેમને એમ હોય છે કે સવારમાં ફળ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ હકીકતે તેમ થતું નથી કારણ કે ટમેટાંમાં એસિડ હોય છે. ટમેટામાં એસિડનાં કારણે જો તમે તેને ખાલી પેટે ખાશો તો પેટમાં એસિડિટી થઈ જશે. પેટમાં પહેલેથી હાજર રસાયણો સાથે પ્રતિક્રિયા પછી આ એસિડ એવા તત્વો બનાવી દેશે જેના કારણે પથરી થઈ શકે છે. ટમેટામાં રહેલા કાલેસ્ટૅરાલ, કૅલેરી અને સોડિયમ પણ ખાલી પેટે તમને નુકસાન કરી શકે છે.

દવાઓ

ઘણીવાર તમને એવી સલાહ આપવામાં આવતી હશે કે ખાલી પેટે દવા ન લો. જો કે આયુર્વેદમાં કેટલીક દવાઓ ખાલી પેટે લેવાની હોય છે પરંતુ એલોપથીનાં ડાક્ટરો આવી સલાહ આપતા હોય છે. આનું કારણ પણ ઉપરની તમામ ખાદ્ય ચીજો જેવું જ છે. એલોપેથીક દવાઓ પણ ખાલી પેટે લેવાથી એસિડ ઉત્પન્ન કરે છે જેનાથી શરીરમાં અસંતુલન પેદા થાય છે. ઉપરાંત ખાલી પેટે દવા લેવાથી રિએક્શન આવવાનો પણ ડર હોય છે. ખાલી પેટે દવાઓ જો ડોક્ટરોની સલાહ હોય તો જ તમારે લેવી જોઈએ, અન્યથા નહીં.